loader

Breaking News


Home > Gujarat > અમદાવાદમાં મેદાન નહી મળે તો વાહનો પર બેસીને કરીશું ઉપવાસ : હાર્દિક પટેલ


Foto

અમદાવાદમાં મેદાન નહી મળે તો વાહનો પર બેસીને કરીશું ઉપવાસ : હાર્દિક પટેલ

Aug. 10, 2018, 9:57 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પાટીદાર આંદોલનને ત્રણ વર્ષ પુરા થવા પર ૨૫ ઓગષ્ટથી આમરણ ઉપવાસની જાહેરાત કરનારા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે અમદાવાદમાં મેદાન નાં મળ્યું તો પાર્ક કરવામાં આવેલ વાહનો પર બેસીને જ ઉપવાસ કરીશું. હકીકતમાં પાટીદારોએ જે મેદાનની મંજુરી માંગી છે તેને મહાનગર પાલિકાએ ફ્રી પાર્કિંગ પ્લેસ બનાવી દીધું છે.

પાટીદાર અનામત આંદોલન સમિતિનાં નેતા નીખીલ સવાણીએ પાટીદારોના આમરણ ઉપવાસ કાર્યક્રમ માટે નિકોલમાં એક મેદાનની માંગ કરી હતી. હાર્દિક પટેલ સાથે લગભગ ૫૦ હજાર યુવાનો ઉપવાસ પર બેસશે પરંતુ મહાનગર પાલિકાએ અમદાવાદમાં ચાલી રહેલ ગેરકાયદેસર દબાણ હટાવો અભિયાન તેમજ પાર્કિંગ અભિયાનને કારણે આ મેદાનમાં ફ્રી પાર્કિંગ સ્થળનું બોર્ડ લગાવી દીધું છે.