loader

Breaking News


Home > Sports > જે ઈવેન્ટમાં પિતાનું મોત થયું, તેમાં જ મેળવ્યો ગોલ્ડ મેડલ, જાણો આ બિહારી લેડી શૂટરની કહાની.


Foto

જે ઈવેન્ટમાં પિતાનું મોત થયું, તેમાં જ મેળવ્યો ગોલ્ડ મેડલ, જાણો આ બિહારી લેડી શૂટરની કહાની.

April 13, 2018, 11:30 a.m.
      Whatsapp   

માનવમિત્ર,પટના:ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા કોમનવેલ્થ ગેમમાં બિહારની શૂટર શ્રેયસી સિંહ ગોલ્ડ મેડલ જીતી ગઈ છે. શ્રેયસી સિંહે મહિલાઓની ડબલ ટ્રેપ કોમ્પીટિશનમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે 96+2 નો સ્કોર કરીને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. મીડિયા સાથેની વાતચીતમાં શ્રેયસીએ તેની સફળતાનો શ્રેય કોચ, માતા અને બહેનને આપ્યો છે. શ્રેયસીએ જણાવ્યું કે, ઘણી તકલીફો સહન કર્યા પછી પણ મારી માતાએ મને હંમેશા સપોર્ટ કર્યો છે અને તેથી જ હું સફળ થઈ શકી છું. શ્રેયસી પૂર્વ કેન્દ્રીય મંત્રી દિગ્વિજય સિંહની દીકરી છે. શ્રેયસી નવમાં ધોરણમાં ભણતી હતી ત્યારે તેણે પિતાને કહ્યું હતું કે, હું શૂટિંગ કરવા માગુ છું.અંતે નોંધનીય છે કે, 2010માં તેના પિતા કોમનવેલ્થ ગેમની ઈવેન્ટમાં ગયા હતા અને ત્યાં બ્રેઈન હેમરેજના કારણે તેમનું મોત થયું હતું.

કોચે આપેલી ટ્રેનિંગ કામ આવી.

- શ્રેયસીએ જણાવ્યું કે, કોચે મને ઘણી કડક ટ્રેનિંગ આપી હતી અને તેના કારણે હું સફળતા મેળવી શકી છું. શ્રેયસી પહેલાં પણ સિલ્વર મેડલ પણ જીતી ચૂકી છે.

- આ વખતે વધારે મહેનત કરવી પડી અને કોમ્પિટીશન પણ વધારે હતી. ઓસ્ટ્રેલિયાની શૂટર અમ્મા કાક્સનું હોમ ગ્રાઉન્ડ હોવાથી તેના માટે થોડું સરળ હતું. પરંતુ અંતે મને મારી ટ્રેનિંગ જ કામ આવી હતી.

પિતાનું સપનું હતું.

- વર્ષ 2014માં ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં શ્રેયસીએ બ્રોન્ઝ જીત્યો હતો. બિહારના જમુઈથી 12 કિમી દૂર ગિધૌરમાં શ્રેયસીનું ગામ આવેલું છે.

- શ્રેયસીના પિતા સ્વ. દિગ્વિજ્ય સિંહનું સપનું હતું કે, તેમના ગામમાં એક રાયફલ રેન્જ બને. દાદાની પણ એવી ઈચ્છા હતી. શ્રેયસીના પિતા ઘણાં વર્ષો સુધી નેશનલ રાઈફલ એસોસિયેશનના અધ્યક્ષ રહ્યા હતા.

એમબીએની વિદ્યાર્થીની છે શ્રેયસી

- શ્રેયસીનો જન્મ 29 ઓગસ્ટ 1991ના રોજ થયો હતો. તેણે હંસરાજ કોલેજમાંથી બીએ કર્યું છે. હાલ તે એમબીએ કરી રહી છે.

- જ્યારે શ્રેયસી નવમાં ઘોરણમાં હતી ત્યારે તેણે પિતાને કહ્યું હતું કે, તે શૂટિંગ કરવા માગે છે. ત્યારે પિતાએ કહ્યું હતું કે, હું ડિરેક્ટલી કોઈ સપોર્ટ નહીં કરું. અન્ય બાળકોની જેમ જજ કોમ્પિટીશનમાં ભાગ લેવો પડશે. ત્યારે તેણે પોતાની રીતે તૈયારી કરવાનું શરૂ કર્યું હતું.

- શ્રેયસી તેની સફળતાનો શ્રેય તેના કોચને આપે છે. તેનાં જણાવ્યા પ્રમાણે કોચ પીએસ સોઢીએ તેની ટેક્નીકમાં સુધારો કર્યો છે.

- તે નેશનલ ચેમ્પિયનમાં પણ ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. હવે તે પિતાનું સપનું પુરૂ કરવાની મહેનત કરી રહી છે.