loader

Breaking News


Home > National > ફૌજી મારે છે અથવા મરે છે સૈન્યમાં જવાનું ના કરો બંધ, શહીદ ઔરંગઝેબનાં પિતાએ આપ્યું નિવેદન


Foto

ફૌજી મારે છે અથવા મરે છે સૈન્યમાં જવાનું ના કરો બંધ, શહીદ ઔરંગઝેબનાં પિતાએ આપ્યું નિવેદન

June 16, 2018, 2:37 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ભારતીય સેનાનાં શહીદ જવાન ઔરંગઝેબને શુક્રવારે શ્રદ્ધાંજલિ આપવામા આવી હતી. ગુરુવારે આતંકીઓએ તેમનું અપહરણ કરીને હત્યા કરી નાખી હતી. આતંકીઓએ તેમને પુલવામાંથી અપહરણ કર્યું હતું.

પોતાના પુત્રનાં મોતથી દુખી પિતાએ ફક્ત કેન્દ્ર સરકારને બદલો લેવાની વાત જ નહોતી કહી પરંતુ સાથે જણાવ્યું હતું કે મારો પુત્ર મરી ગયો પરંતુ જો બધા લોકોએ પોતાના બાળકોને સેનામાં મોકલવાનું બંધ કરી દીધું તો દેશ માટે કોણ લડશે. ઉલ્લેખનીય છે કે ૧૪ જુનની સવારે જયારે ઔરંગઝેબ ઈદ મનાવવા માટે પોતાના ઘેર રાજૌરી જઈ રહ્યા હતા ત્યારે પુલવામાનાં કાલ્મ્પોરાથી આતંકીઓએ તેમનું અપહરણ કરી લીધું હતું.