loader

Breaking News


Home > National > જમ્મુ કાશ્મીરના શોપિયન સેક્ટરમાં ભીષણ અથડામણ, ૫ આતંકી ઠાર


Foto

જમ્મુ કાશ્મીરના શોપિયન સેક્ટરમાં ભીષણ અથડામણ, ૫ આતંકી ઠાર

Aug. 4, 2018, 3:03 p.m.
      Whatsapp   

માનવમિત્ર, જમ્મુ : જમ્મુ કાશ્મીરના શોપિયનમાં ભારતીય સેનાને આજે મોટી સફળતા હાથ લાગી હતી. સેનાએ એક મોટી કાર્યવાહીને અંજામ આપીને પાંચ કુખ્યાત ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઠાર કરી દેવામાં આવેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

શુક્રવારે સેનાને માહિતી મળી હતી કે કિલોરામાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ છુપાયા છે. બાતમી મળ્યા બાદ તરત જ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઘટનાસ્થળે સેનાના જવાનો પહોંચ્યા બાદ ત્રાસવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબી કાર્યવાહી કરવામાં આવ્યા બાદ થોડાક સમય સુધી સામ સામે ગોળીબારની રમઝટ જામી હતી. ત્યારબાદ તમામ ત્રાસવાદી ઠાર થયા હતા.

ભારતીય સેનાની આને મોટી સફળતા તરીકે ગણવામાં આવે છે. ગઇકાલે સેનાએ ત્રાસવાદી કમાન્ડરને ઠાર મારી દીધો હતો. આ સ્થળ પર જ આજે સવારે ફરી અથડામણ શરૂ થયા બાદ બીજા ચાર ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. સેનાએ ગઇકાલે લશ્કરે તોયબાના કમાન્ડર ઉમર મલિકને ઠાર કરી હતો. તેની પાસેથી એકે ૪૭ મળી આવી હતી. હાલમાં સુરક્ષા દળોને એક પછી એક મોટી સફળતા મળી રહી છે. હાલમાં અનેક કુખ્યાત ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.