loader

Breaking News


Home > Sports > FIFA 2018 : ડિફેન્ડીંગ ચેમ્પિયંન ફિફા વર્લ્ડ કપની રેસથી બહાર, ટીમ બની એક શ્રાપનો શિકાર


Foto

FIFA 2018 : ડિફેન્ડીંગ ચેમ્પિયંન ફિફા વર્લ્ડ કપની રેસથી બહાર, ટીમ બની એક શ્રાપનો શિકાર

June 28, 2018, 1:09 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ફિફા વર્લ્ડ કપમાં ગઇ કાલે એક અપસેટ સર્જાયો હતો. કોરિયાએ આ ૨-૦થી ડિફેન્ડીંગ વર્લ્ડ કપ ચેમ્પિયંન જર્મનીને નોકઆઉટ પહેલા જ બહાર કરી દીધુ છે. જો કે નોકઆઉટ પહેલા ડિફેન્ડીંગ ચેમ્પિયંનનું બહાર નિકળી જવુ કોઇ નવી વાત નથી. આ પહેલા પણ ડિફેન્ડીંગ ચેમ્પિયંન નોકઆઉટ પહેલા ગ્રુપ સ્ટેજમાં જ બહાર નિકળી ચુક્યા છે. આ માટે એક શ્રાપને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે.





છેલ્લા બે ફિફા વર્લ્ડ કપ, ચેમ્પિંયન ટીમ માટે શ્રાપિત સાબિત થયા છે. આ પહેલા ૨૦૦૬માં ઇટલીએ ફ્રાંસને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો. પરંતુ ૨૦૧૦ વર્લ્ડ કપમાં પોતાના કપ બચાવવા ઉતરેલી ઇટલી ગ્રુપ સ્ટેજમાં જ બહાર થઇ ગઇ હતી. ત્યાર બાદ ૨૦૧૦માં સ્પેન ફાઇનલમાં નેધરલેન્ડને હરાવી વિજેતા બની હતી, જે ૨૦૧૪નાં વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજમાં ખરાબ પ્રદર્શન કરી બહાર થઇ ગઇ હતી. તેવી જ રીતે જર્મની ૨૦૧૪માં અર્જેંટીનાને હરાવી વિજેતા બન્યુ હતુ, જે ચાલુ વર્લ્ડ કપમાં કોરિયા સામે હારી ગયુ છે અને નોકઆઉટ રાઉન્ડમાં પહોચ્યા પહેલા જ બહાર થઇ ગયુ છે. આમ ફિફા વર્લ્ડ કપમાં એક શ્રાપ જે ડિફેન્ડીંગ ચેમ્પિયંનને નોકઆઉટ રાઉન્ડ પહેલા જ બહાર કરી રહ્યો છે તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે.