loader

Breaking News


Home > Bollywood > ફિલ્મ સ્ત્રીનું બોક્સ ઓફિસ કલેક્શન થયું બે ગણું


Foto

ફિલ્મ સ્ત્રીનું બોક્સ ઓફિસ કલેક્શન થયું બે ગણું

Sept. 4, 2018, 1:58 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ફિલ્મ સ્ત્રીએ બોક્સ ઓફિસ પર જબરદસ્ત ઝડપ સાથે કમાણી કરી છે. રાજકુમાર રાવ અને શ્રધ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રીએ માત્ર 4 દિવસમાં જ બે ગણી કમાણી કરી દીધી છે. સુત્રોનાં જણાવ્યાં મુજબ શ્ત્રી ફિલ્મ હવે અક્ષયની ફિલ્મ ગોલ્ડ પણ સારી ટક્કર આપી રહી છે.



સ્ત્રી માત્ર એક હોરર નહી પણ સાથે કોમેડી ફિલ્મ પણ છે. જાણકારોનાં મતે ફિલ્મમાં હોરર અને કોમેડીનું કોકટેલ લોકોને ખૂબ પસંદ આવી રહ્યુ છે, જેના કારણે આવતા સમયમાં આ ફિલ્મ 100 કરોડનાં ક્લબમાં પણ સમાવેશ મેળવી શકે છે. ફિલ્મ સ્ત્રીએ રિલિઝનાં પહેલા દિવસે 6.65 કરોડની કમાણી કરી હતી. શનિવારે ફિલ્મની કમાણીમાં વધારો થતા તે 10.50 કરોડ સુધી પહોચી ગઇ હતી. જ્યારે રવિવારે ફિલ્મે 14.25 કરોડની કમાણી કરી હતી. ફિલ્મની વિકએન્ડની કુલ કમાણી 31.40 કરોડ રહી હતી.

જાણકારોનાં મતે આ જોનરની ફિલ્મો દર્શકોને નિરાશ કરતી હોય છે પરંતુ નિર્દેશક અમર કૌશિકે સાબિત કરી બતાવ્યું છે કે હોરર સાથે કોમેડીનું કોકટેલ બતાવવામાં આવે તો દર્શકો તેને સ્વીકારી શકે છે. ફિલ્મમાં રાજકુમાર રાવની એક્ટીંગને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વળી શ્રધ્ધા કપૂરનો રોલ ફિલ્મમાં કન્ફ્યૂઝ કરતો બતાવવામાં આવ્યો છે. જાણકારોનું કહેવું છે કે ફિલ્મ સ્ત્રી અક્ષયની ગોલ્ડ અને જ્હોન અબ્રાહમની સત્યમેવ જયતેથી ખૂબ ઝડપથી આગળ નીકળી જતા 100 કરોડનાં ક્લબમાં જલ્દી જ જોવા મળી શકે છે.