loader

Breaking News


Home > National > અમરનાથ યાત્રા અંતિમ તબક્કામાં, 499 યાત્રાળુઓની ટુકડી રવાના


Foto

અમરનાથ યાત્રા અંતિમ તબક્કામાં, 499 યાત્રાળુઓની ટુકડી રવાના

Aug. 23, 2018, 5:23 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : એકબાજુ વાર્ષિક અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ રીતે જારી છે અને પુર્ણાહુતિના આરે છે ત્યારે બીજી બાજુ પહાડી પુંચ જિલ્લામાં અમરનાથના દર્શન માટે આજે સવારે ૪૯૯ શ્રદ્ધાળુઓની નવી ટુકડી રવાના કરવામાં આવી હતી. શ્રદ્ધાળુઓની પાંચમી ટુકડી સવારે સધન સુરક્ષા વચ્ચે રવાના કરવામાં આવી હતી. ૧૦ દિવસ સુધી ચાલનાર બુડ્ડા અમરનાથની યાત્રામાં હજુ સુધી ૭૦૦૦ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા છે.

બીજી બાજુ વાર્ષિક અમરનાથ યાત્રા હવે પુર્ણ થવા જઇ રહી છે. જુદા જુદા વાહનોમાં તમામ શ્રદ્ધાળુઓ ભારે ઉત્સાહ વચ્ચે બુડ્ડા અમરનાથ માટે રવાના કરવામાં આવ્યા હતા. બીજી બાજુ ૨૮મી જૂનના દિવસે અમરનાથયાત્રા શરૂ થયા બાદથી હજુ સુધી ૨૮૩૧૪૦થી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફામાં સ્થિત કુદરતી રીતે બનતા શિવલીંગના દર્શન કરી ચુક્યા છે. આ અમરનાથ યાત્રા ૨૬મી ઓગસ્ટના દિવસે રક્ષાબંધનના દિવસે પૂર્ણ થનાર છે. લાખો શ્રદ્ધાળુઓ પહેલાથી દર્શન કરી ચુક્યા છે અને હજુ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક છે.