loader

Breaking News


Home > Gujarat > સરકારી કર્મચારીઓને નાણાંપ્રધાન નીતિન પટેલે આપી મહત્વની ભેટ


Foto

સરકારી કર્મચારીઓને નાણાંપ્રધાન નીતિન પટેલે આપી મહત્વની ભેટ

March 1, 2018, 8:05 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને ધૂળેટીની એક ખાસ ભેટ આપી છે. રાજ્યનાં સરકારી કર્મચારીઓને એક ખાસ ભેટ આપતા ગાંધીનગર ખાતે નાણાંપ્રધાન નીતિન પટેલે કલમ 44 હેઠળ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા કહ્યુ કે, સાતમાં પગારપંચમાં રહેલા તફાવતની રકમની ચુકવણી કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ રકમને ત્રણ હપ્તામાં ચુકવવામાં આવશે. ગુજરાતનાં 4 લાખથી વધુ સરકારી કર્મચારીઓ અને પેંન્શનરોને તેનો લાભ મળશે.



ગુજરાતનાં સરકારી કર્મચારીઓ માટે હોળીનો પાવન દિવસ ધનવર્ષાનો સાબિત થયો હતો. ગાંધીનગરમાં ધૂળેટીની ભેટ આપતા નાણાંપ્રધાન નીતિન પટેલે જાહેરાત કરી હતી કે, રાજ્યનાં સરકારી કર્મચારીઓને સાતમાં પગારપંચમાં રહેલા તફાવતની રકમની ચુકવણી ત્રણ હપ્તામાં કરવામાં આવશે. જો કે આ નિર્ણય બાદ રાજ્ય સરકારને કરોડોનો આર્થિક બોજ પડશે. આ રકમ સરકારી કર્મચારીઓનાં ખાતામાં જમા કરવામાં આવશે. આ સાથે પેંન્શનરોને પણ તેનો લાભ મળશે અને તેમની પણ રકમ ખાતામાં જમા કરવાનો નિર્ણય સરકારે લીધો છે. ત્રણ હપ્તામાં આ રકમની ચુકવણી કરવાનો નિર્ણયો લેવામાં આવ્યો છે. જેમા પહેલો હપ્તો માર્ચમાં ચુકવાશે.

સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી સરકારી કર્મચારીઓમાં ખુશીની લહેર દેખાઇ રહી છે. બીજી તરફ ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ પર વેટનો માર હોવાનું કહેતુ વિરોધ પક્ષને નીતિન પટેલે જવાબ આપતા કહ્યુ કે, દેશમાં કોંગ્રેસ શાસિત રાજ્યમાં ગુજરાત કરતા વધુ વેટ ઉઘરાવવામાં આવે છે. તેમણે દાખલો આપતા કહ્યુ કે, પશ્ચિમ બંગાળ, કર્નાટક અને પંજાબમાં પેટ્રોલ અને ડીઝલ પર વધુ વેટ ઉઘરાવવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં આ રાજ્યોની સરખામણીમાં ઓછો વેટ વસુલવામાં આવે છે.