loader

Breaking News


Home > National > બ્લેક મનીનો રિપોર્ટ જાહેર કરવા નાણા મંત્રાલયનો ઈનકાર


Foto

બ્લેક મનીનો રિપોર્ટ જાહેર કરવા નાણા મંત્રાલયનો ઈનકાર

July 26, 2018, 11:27 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : નાણાં મંત્રાલયે કાળા નાણાંનાં અંદાજ અંગે તૈયાર થયેલા ત્રણ રિપોર્ટ જાહેર કરવાનો ઈનકાર કર્યો છે. મંત્રાલયનાં કહેવા પ્રમાણે, આ રિપોર્સ્અનો ખુલાસો સંસદનાં વિશેષાધિકારનું ઉંલંઘન ગણાશે. આ ત્રણેય રિપોર્ટસ દેશ અને વિદેશમાં ભારતીયોની પાસે ઉપલબ્ધ કાળા નાણાં વિશે છે.તત્કાલીન યુપીએ સરકારે ૨૦૧૧માં દિલ્હીનાં નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક ફાઈનાન્સ એન્ડ પોલિસી (એનઆઈપીએફપી) અને નેશનલ કાઉન્સિલ ઓફ અપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચ (એનસીએઈઆર) અને રાષ્ટ્રીય આર્થિક સંચાલન સંસ્થા (એનઆઈએફએમ), ફરીદાબાદથી આ અભ્યાસ કરવામાં આવ્યા હતા. માહિતી અધિકાર (આરટીઆઈ) અંતર્ગત માગવામાં આવેલી જાણકારીનાં જવાબમાં નાણાં મંત્રાલયે કહ્યું હતું કે એનઆઈપીએફપી, એનસીએઈઆર અને એનઆઈએફએમનાં રિપોર્ટસ સરકારને ક્રમશઃ ૩૦ ડિસેમ્બર, ૨૦૧૩, ૨૮ જુલાઈ, ૨૦૧૪ અને ૨૧ ઓગસ્ટ, ૨૦૧૪નાં રોજ મળી હતી. મંત્રાલયે કહ્યું હતું કે આ રિપોર્ટસ ૨૧ જુલાઈએ સંસદની આર્થિક બાબતોને લગતી સ્થાયી સમિતિને સોંપવામાં આપવાના હતા. હવે આ મામલો સમિતિ પાસે છે. આરટીઆઈનાં જવાબમાં મંત્રાલયે કહ્યું હતું, આ પ્રકારની માહિતીનો ખુલાસો કરવો એ સંસદનાં વિશેષાધિકારનું ઉંલંઘન ગણાશે. હાલ દેશ અને વિદેશમાં ભારતીયોનાં કાળા નાણાં અંગે કોઈ અધિકૃત આંકડો નથી.