loader

Breaking News


Home > National > આશીષ ખેતાને આમ આદમી પાર્ટીથી કર્યો કિનારો, શું છે કારણ જાણો


Foto

આશીષ ખેતાને આમ આદમી પાર્ટીથી કર્યો કિનારો, શું છે કારણ જાણો

Aug. 22, 2018, 12:08 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દિલ્હીનાં લોકોનાં મન જીતીને આવેલી આમ આદમી પાર્ટી છેલ્લા કેટલાક સમયથી મુસિબતોનાં વાદળોમાં ઘેરાયેલી દેખાઇ રહી છે. થોડા સમય પહેલા પૂર્વ પત્રકાર આશુતોષે આપથી પોતાને દૂર કરી દીધા હતા અને હવે તેમના ખાસ સાથી કહેવાતા આશીષ ખેતાને પણ પોલિટીક્સથી પોતાનો પગ દૂર રાખવાનો ઇરાદો બનાવી લીધો છે.આશીષ ખેતાને ટ્વીટ કરી કહ્યુ હતુ કે, અત્યારે મારુ પૂરુ ધ્યાન મારી લૉ પ્રેક્ટીસ પર છે. આ કારણે હુ એક્ટિલ પોલિટીક્સથી પોતાને દૂર કરુ છુ. આશીષ ખેતાનને 2014માં લોકસભાની ચુંટણી લડી ચુક્યા છે. મળતી માહિતી અનુસાર તેમને આવનારી લોકસભા ચુંટણી માટે નવી દિલ્હીથી ચુંટણી લડવાની ઓફર મળી છે. આ પહેલા પૂર્વ પત્રકાર આશુતોષે પણ અંગત કારણોસર પાર્ટીથી પોતાને દૂર કરી દીધા હતા. જો કે પાર્ટી તેમને મનાવવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો પરંતુ અસફળ રહ્યા હતા. હવે આશીષ ખેતાને પણ અંગત કારણો દર્શાવી પાર્ટીથી દૂરી બનાવી લીધી છે ત્યારે જનતામાં એક મોટો સવાલ ઉભો થયો છે કે શું આપમાં પણ એક કે બે નેતાનાં હાથમાં પાર્ટીનું રિમોટ કંટ્રોલ છે.