loader

Breaking News


Home > Health > દુનિયામાં ઝડપથી ફેલાઇ રહેલી બિમારી Nomophobia શું છે જાણો


Foto

દુનિયામાં ઝડપથી ફેલાઇ રહેલી બિમારી Nomophobia શું છે જાણો

July 17, 2018, 7:57 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : Nomophobia આ એક એવી બિમારી છે જે હવે દુનિયાના દરેક ખૂણે જોવા મળી રહી છે. જાણીને નવાઇ લાગશે પણ આ બિમારીથી આજે તમારા બાળકો પણ દૂર નથી રહ્યાં. થોડા સમય પહેલા કરવામાં આવેલા એક રિસર્ચ કહે છે કે, જે લોકો હવે પોતાના મોબાઇલ વિના એકલાપણાની અનુભૂતિ કરે છે તે Nomophobia નો શિકાર હોય છે.




લોકોએ હવે સબંધોની કડી મોબાઇલ જ છે તેમ માની લીધુ હોય તેમ લાગી રહ્યું છે. આવા લોકોને ફોનથી એક અલગ જ મેળ બન્યો હોય છે. આજથી 10 વર્ષ પહેલા પ્રેમમાં પડેલા કહેતા કે ‘હુ તારા વિના નહી રહી શકુ’, જે એક માનવીય માટે વપરાતા શબ્દો હતો અને હવે આ એક મોબાઇલ ફોન માટે વપરાતો શબ્દ બની ગયો છે. તે સમય દૂર નથી કે લોકો આ બિમારીથી એટલા આદતી બનશે કે ફોનની લતને છોડવા માટે ડોક્ટરના સંપર્કમાં સતત રહેશે.

જેમ એક પાલતુ પ્રાણીના ગળામાં પટ્ટો બાધેલો હોય તેમ હવે માણસના હાથમાં પણ મોબાઇલનો પટ્ટો બંધાયેલો હોય તેવું દેખાઇ રહ્યું છે. જો કે પ્રાણી આ પટ્ટો જાતે બાંધતુ નથી. લોકો આજથી જ Nomophobiaથી બચવાના પ્રયત્નો નહી કરે તો આવતા ભવિષ્યમાં માનવજાતિને ગંભીર બિમારીઓનો સામનો કરવો પડે તો તેમા નવાઇ નહી.

આ બિમારીથી બચવા આટલું નિયમિત કરવું.

મોબાઇલમાં જરૂરી હોય તે જ APP રાખો.

ટાઇમ દેખવા માટે ઘડિયાળનો ઉપયાગ કરો.

સુતા પહેલા મોબાઇલ સ્વીચ ઓફ કરો.

મોબાઇલની નોટીફીકેશનને કસ્ટમાઇજ કરો.