loader

Breaking News


Home > Gujarat > આ રેસ્ટોરંન્ટમાં નાનકડી ટ્રેન દ્વારા પીરસાય છે ભોજન, શું છે ખાસિયત જાણો


Foto

આ રેસ્ટોરંન્ટમાં નાનકડી ટ્રેન દ્વારા પીરસાય છે ભોજન, શું છે ખાસિયત જાણો

June 22, 2018, 12:23 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાતમાં સૌપ્રથમવાર ખાવાપીવાનાં શોખીન ગ્રાહકો માટે ટ્રેનમાં નાનકડી મસ્ત ટ્રેનમાં જમવાનું પીરસતી અનોખી રેસ્ટોરન્ટ કાબુસનો અમદાવાદ શહેરમાં પ્રારંભ થયો છે. એસ.જી હાઇવે પર કારગીલ પેટ્રોલપંપની સામે કાબુસ નામની આ અનોખી રેસ્ટોરન્ટમાં ગ્રાહક ઓર્ડર આપે એટલે હોટલનાં રસોડાથી છેક ગ્રાહકનાં ટેબલ સુધી ઓર્ડરનાં પ્લેસ સુધી ટ્રેન મારફતે મેનુની વાનગી-આઇટમો પીરસવામાં આવશે.

આ રેસ્ટોરન્ટની સૌથી નોંધનીય વિશેષતા એ છે કે, ગ્રાહકોનાં ઓર્ડરથી રસોડાનાં ટેબલ સુધી ટ્રેનનાં જુદા જુદા પાટા લગાડવામાં આવ્યા છે અને તેમાં ટ્રેન મુકવામાં આવી છે અને કિચનથી શેફ દ્વારા તે ટ્રેનમાં ટેબલ ક્રમાંક મુજબ ફૂડ મુકવામાં આવે છે. જે સ્વાદનાં રસિયાઓ અને ખાવાનાં શોખીન ગ્રાહકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. આ અંગે કાબુસનાં માલિક કિરીટભાઈ, દેવેન્દ્રભાઈ, સુહાસભાઈ અને આનંદભાઈએ જણાવ્યું હતું કે, “અમે હોટેલ ઇન્ડસ્ટ્રીમાં વધારે કામ કર્યું નથી પરંતુ અમે ઇચ્છતા હતા કે અમે અમદાવાદનાં લોકો ને કાઇંક નવું આપીએ અને તેથી જ અમે આ ટ્રેનની થીમ પર રેસ્ટોરેન્ટની શરૂઆત કરી. આ પ્રકારે નાનકડી ટ્રેન(રેલ્વેગાડી) મારફતે ગ્રાહકોને જમવાનું પીરસતી ગુજરાતની આ પ્રથમ અને ભારત ની બીજી રેસ્ટોરેન્ટ છે. આ રેસ્ટોરેન્ટમાં જમવાની ફુડ આઇટમો અને વાનગીઓની વિવિધતા પણ મળી રહેશે.