loader

Breaking News


Home > Sports > ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને ૨ વર્ષની જેલ, શું છે કારણ જાણો


Foto

ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને ૨ વર્ષની જેલ, શું છે કારણ જાણો

June 16, 2018, 11:02 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આજે દુનિયાભરનાં ફૂટબોલ ચાહકો ફિફા વર્લ્ડથ કપનાં રંગમાં રંગાયેલા જોવા મળે છે. પોતાની મનગમતી ટીમને પ્રોત્સાહન આપવા દુનિયાભરથી લોકો રશિયા પહોચ્યા છે. ત્યારે ફૂટબોલનાં સ્ટાર ખેલાડી કહેવાતા ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનાં ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. સ્પેનિશ ટેક્સ ઓથોરિટીએ રોનાલ્ડોને ટેક્સ ચોરીનાં મામલામાં ૨ વર્ષની કૈદ અને ૧૮.૮ મિલયન ડોલરનો દંડ ફટકાર્યો છે. તેટલું જ નહીં રોનાલ્ડોએ સ્પેનિશ ટેક્સ ઓથોરિટીનો સંપર્ક સાધી પોતાની ભૂલને માની લીધી છે.





ફૂટબોલનાં ચાહકો માટે ફિફા વર્લ્ડ કપ આગામી દિવસોમાં ફિકો પડે તેવી પૂરી સંભાવનાઓ વર્તાઇ રહી છે. સ્પેનિશ ટેક્સ ઓથોરિટીએ સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની કર ચોરી પર તેને ૨ વર્ષની સજા ફટકારી દીધી છે અને સાથે તેના પર ૧૮.૮ મિલયન ડોલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે આ પહેલા અર્જેન્ટીનાં અને બાર્સિલોના સુપર સ્ટાર ખેલાડી લિયોનલ મેસીને પણ ૨૦૧૬માં ટેક્સ ચોરીનાં મામલામાં ૨૧ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. જો કે કોર્ટે મેસીની જેલની સજાનાં બદલે ૨ કરોડ રૂપિયા ચુકવાનો હુકમ કર્યો હતો. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પણ લિયોનલ મેસીની જેમ કોર્ટ જેલની સજાની જગ્યાએ દંડમાં વધારો કરે છે કે કેમ તે હવે જોવુ રહ્યુ.