loader

Breaking News


Home > Sports > મહેન્દ્રસિંહ ધોનીની મિલ્કતની થશે નિલામી શું છે કારણ જાણો


Foto

મહેન્દ્રસિંહ ધોનીની મિલ્કતની થશે નિલામી શું છે કારણ જાણો

June 19, 2018, 12:50 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ટીમ ઇંન્ડિયાનાં ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને નજીકનાં સમયમાં મોટો ઝાટકો લાગી શકે છે. ધોનીએ રાંચીનાં ડોરંડામાં હોટલ યુવરાજની નજીક શીવમ પ્લાઝામાં બે ફ્લેટ ખરીદ્યા હતા. આ બિલ્ડીંગ રાંચીનાં જાણીતા બિલ્ડર દુર્ગા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડે બનાવ્યા હતા. જેને લઇને એક મોટો વિવાદ સામે આવ્યો છે. આ વિવાદમાં ધોનીનાં ફ્લેટ નિલામ થાય તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે.



ધોનીનાં ફ્લેટ નિલામ થવાની વાત સામે આવતા લોકો ચોકીં ગયા છે. રાંચીનાં જાણીતા બિલ્ડર દુર્ગા ડેવલપર્સે આ બિલ્ડીંગ બનાવવામાં હુડકો પાસેથી લગભગ ૧૨ કરોડ ૯૫ લાખ રૂપિયા લોન લીધી હતી, તેની મદદથી અહી ૧૦ માળની બિલ્ડીંગ બનાવવાની હતી. પરંતુ તે દરમિયાન જમીન માલિક સાથે દુર્ગા ડેવલપર્સને વિવાદ શરૂ થઇ ગયો હતો. તે જ કારણે ૬ કરોડ આપ્યા બાદ હુડકોએ દુર્ગા ડેવલપર્સની બાકીની લોનની રકમ રોકી દીધી છે અને જો બિલ્ડીંગની વાત કરીએ તો અહી માત્ર ૬ ફ્લોર જ તૈયાર થયા છે અને કામ બંધ થઇ ગયુ. લોન ચુકવવામાં મોડું થતા હુડકોએ કંપનીને ડિફોલ્ડર ઘોષિત કરી દીધી છે.

શીવમ પ્લાઝાનાં ગ્રાઇન્ડથ પર ધોનીનાં બંન્ને ફ્લેટ છે, આ ફ્લેટ માટે ધોની પહેલા જ ૧.૫ કરોડ આપી ચુક્યો છે. તે છતા પણ આ મિલ્કતનું તેના હાથમાંથી જવાનું નક્કી માનવામાં આવી રહ્યુ છે. હવે હુડકોએ આ બિલ્ડીંગની નિલામીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેટલુ જ નહી પણ હુડકોએ આ બિલ્ડીંગની બે વખત વેલ્યુએશન પણ કરાવી છે. સાથે હુડકોનું કહેવુ છે કે નિલામી સમગ્ર બિલ્ડીંગની થશે જેમા જે ફ્લેટ વહેચાઇ ગયા છે તેની પણ નિલામી કરવામાં આવશે.