loader

Breaking News


Home > National > પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં લાગેલી આગ સાથે હવે વીજળી પણ બની મોંઘી


Foto

પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં લાગેલી આગ સાથે હવે વીજળી પણ બની મોંઘી

May 24, 2018, 12:27 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં સતત થઇ રહેલા વધારાને સામાન્ય માણસ સહન કરી રહ્યો છે ત્યા હવે વીજળી પણ મોંઘી બનતા સામાન્ય લોકો માટે જીવન નિર્વાહ કરવો ઘણો મુશ્કિલ સાબિત થાય તો કોઇ નવાઇ નહી. દેશમાં જ્યા થર્મલ પાવરની વધી રહેલી માંગ અને તે પ્રમાણે કોલસાનો સપ્લાઇ ઓછો થતા વીજળીની કિંમતમાં વધારો ઝીંકાયો છે. વીજળીની કિંમત બે વર્ષમાં સૌથી વધુ રૂ. 6.20 પ્રતિ યુનિટ પર પહોંચી ગઇ છે.




ગત અઢવાડિયાની વાત કરીએ તો આ કિંમત 4 રૂપિયા પ્રતિ યુનિટ હતી. જે આજે 6.20 રૂપિયા પ્રતિ યુનિટે પહોચી ગઇ છે. સુત્રોનાં જણાવ્યાં મુજબ કિંમતમાં થયેલા વધારાનું કારણ ગરમીમાં થઇ રહેલો વધારો અને કોલસાનાં સપ્લાઇમાં થઇ રહેલો ઘટાડો અને સાથે તેમા થયો બે રૂપિયાનો વધારો પણ સામેલ છે. જો કે જાણકારોનાં મતે આ ભાવ વધારો વધુ સમય સુધી રહેશે નહી પરંતુ જ્યા સુધી આ ભાવ વધારો રહેશે ત્યા સુધી સામાન્ય માણસનું શું તે સવાલ આજે લોકમુખે ચર્ચાઇ રહ્યો છે.