loader

Breaking News


Home > Bollywood > મુંબઇના આર કે સ્ટુડિયોમાં લાગી આગ


Foto

મુંબઇના આર કે સ્ટુડિયોમાં લાગી આગ

Sept. 16, 2017, 7:07 p.m.
      Whatsapp   

મુંબઇના પ્રખ્યાત આર કે સ્ટુડિયોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળ પર પહોચી ગઇ છે. આગના કારણે એક હોલ સંપૂર્ણ નષ્ટ થઇ ગયો છે. સ્ટુડિયોમાં વાયરિંગનું કામ ચાલી રહ્યું હતુ. તે દરમ્યાન આ આગ લાગી હતી.

આર કે સ્ટુડિયો મુંબઇના ચેંબૂરમાં આવેલ છે. આ સ્ટુડિયોની સ્થાપના 1948માં રાજ કપૂરે કરી હતી. હાલમાં તેનો કાર્યભાર ઋષિ કપૂર સંભાળે છે. માહિતી અનુસાર સ્ટુડિયોમાં સુશોભનનુ કામ ચાલી રહ્યું હતુ. વાયરિંગ દરમ્યાન શોર્ટસર્કિટ થવાથી સ્ટુડિયોમાં આગ લાગી હોવાનું જાણવા મળેલ છે. ફાયર બ્રિગેડની 6 ગાડીઓ આગ ઓલવવા કામે લાગી ગઇ છે. આગ ઝડપથી ફેલાઇ રહી છે. આગના કારણે હોલ નંબર 1 પૂરી રીતે નષ્ટ થઇ ગયો છે.



આગ આર કે સ્ટુડિયોના ડાંસ રિયાલિટી શો ‘સુપર ડાંસર’ના સેટ પર લાગી છે. રાહતની વાત એ છે કે શનિવાર હોવાના કારણે કોઇ કર્મચારી ઘટના સ્થળ પર હાજર નહોતા. આગના કારણે હવે આ રિયાલિટી શો બંધ કરવામાં આવ્યો છે. હાલમાં મળેલ જાણકારી મુજબ આગનું કારણ શોર્ટસર્કિટ છે, આગળ આ ઘટનાની તપાસમાં કઇ બાબતો બહાર આવશે તે હવે જોવુ રહ્યું.

હાર્દિક શાહ