loader

Breaking News


Home > Gujarat > ફાયરબ્રાંડ જીગ્નેશ મેવાણીનો 100 મોસ્ટ પાવરફુલ ઇન્ડિયન્સમાં સમાવેશ


Foto

ફાયરબ્રાંડ જીગ્નેશ મેવાણીનો 100 મોસ્ટ પાવરફુલ ઇન્ડિયન્સમાં સમાવેશ

March 30, 2018, 8:25 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાતનાં યુવા નેતા અને વડગામનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો સમાવેશ એક જાણીતા મીડિયા ગ્રુપ દ્વારા 100 મોસ્ટ પાવરફુલ ઇન્ડિયન્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જીગ્નેશ મેવાણીએ દલિત આંદોલનથી તેમની સફર શરૂ કરી હતી.ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં તેમણે બનાસકાંઠાનાં વડગામથી ઉમેદવારી નોંધાવી હતી અને જંગી બહુમતી સાથે જીત મેળવી હતી. પ્રતિષ્ઠિત મીડિયા ગ્રુપ ઇન્ડિયન એક્સપ્રેસનાં મેગેઝીનમાં જીગ્નેશ મેવાણીનો ભારતનાં પ્રથમ 100 મોસ્ટ પાવરફુલ વ્યક્તિ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. આ અંગે જીગ્નેશ મેવાણીએ એક ટ્વીટ પણ કરીને માહિતી આપી હતી. જીગ્નેશ મેવાણીએ ગુજરાત ઉપરાંત ભારતનાં વિવિધ રાજ્યોમાં પણ ભાજપ સરકાર સામે મોરચો ખોલ્યો છે. તેમના એક ભાષણમાં તેઓએ જણાવ્યું હતુ કે, કર્ણાટકની ચુંટણીમાં તેઓ ભાજપ વિરુદ્ધ પ્રચાર કરીને તેને ઘરે બેસાડશે.