loader

Breaking News


Home > National > દિવાળી પર રાત્રે 8 થી 10 સુધી જ ફોડી શકાશે ફટાકડાં, સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ


Foto

દિવાળી પર રાત્રે 8 થી 10 સુધી જ ફોડી શકાશે ફટાકડાં, સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ

Oct. 23, 2018, 11:23 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દિવાળી પહેલા જ સુપ્રીમ કોર્ટે ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર મહત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર રોક તો નથી લગાવી પરંતુ કડક શરતો મૂકી છે. સુપ્રીમ કોર્ટે નિર્ણય આપતા કહ્યું હતું કે ગ્રીન ફટાકડાં એટલે કે ઓછા પ્રદુષણ વાળા બનવવાની મંજૂરી આપવામાં આવે તેમજ ફક્ત લાયસન્સ ધારકો જ ફટાકડા વેચી શકશે. સુપ્રીમ કોર્ટે ઓનલાઇન ફટાકડાંના વેચાણ ઉપર પણ રોક લગાવી દીધી છે.

આ ઉપરાંત રાત્રે આઠ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી જ ફટાકડાં ફોડી શકાશે, નવા વર્ષ તેમજ ક્રિસમસ પર 11:55 PM થી 12:15 AM સુધી ફટાકડા ફોડી શકાશે. કોર્ટે દેશભરમાં તંત્રને આદેશ આપ્યો છે કે ફટાકડાં બનાવવા વાળી ફેકટરીઓ પર સતત તપાસ કરવામાં આવે કે તેમાં હાનિકારક કેમિકલનો ઉપયોગ ના થાય. વધુમાં સુપ્રિમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે આ આદેશ દિવાળી જ નહિ પરંતુ કોઈપણ ધાર્મિક અને સામાજિક પર્વ પર લાગુ પડશે.