loader

Breaking News


Home > Bollywood > પ્રથમ ફિમેલ સુપરસ્ટાર શ્રીદેવીનો પુનર્જન્મનો વીડિયો થયો વાયરલ, જાણો હકીકત


Foto

પ્રથમ ફિમેલ સુપરસ્ટાર શ્રીદેવીનો પુનર્જન્મનો વીડિયો થયો વાયરલ, જાણો હકીકત

March 13, 2018, 6:25 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : બોલીવુડની પ્રથમ ફિમેલ સુપરસ્ટાર શ્રીદેવીનો પુનર્જન્મનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક નાનુ બાળક દેખાય છે, જેનાં ચહેરાનાં હાવભાવને જોઇ શ્રીદેવીનાં પુનર્જન્મ થયો હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે.




સોશિયલ મીડિયામાં આ વીડિયોને 1 કરોડોથી વધુ લોકો જોઇ ચુક્યા છે. આ વીડિયોને શ્રીદેવીનાં પુનર્જન્મ સાથે જોડવામાં આવી રહ્યો છે. એક દાવા મુજબ વીડિયોમાં દેખાડવામાં આવેલી બાળકીનો ચહેરો શ્રીદેવીથી મળતો આવે છે. વળી એક બીજો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે આ બાળકીનો જન્મ શ્રીદેવીનાં મૌતનાં થોડા સમય બાદ થયો હતો. આ વીડિયોમાં તેલુગુ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વીડિયોને યુટ્યૂબ પર જોયા બાદ ઘણા લોકો આ સમાચારને સાચા બતાવી રહ્યા છે પરંતુ હકીકત તેનાથી વિપરીત છે, આ વીડિયો શ્રીદેવીનાં મૌતનાં 8 મહિના પહેલા બનાવવામાં આવ્યો હતો. સુત્રોનાં જણાવ્યાં મુજબ આ વીડિયોને શ્રીદેવીનાં નામ સાથે જોડવા પાછળનું કારણ વ્યૂવર્સમાં વધારો કરવો છે. એક પ્રતિષ્ઠિત વ્યક્તિનાં નામે વીડિયો વાયરલ થાય તો તેને વ્યૂવર્સ જલ્દી અને વધુ મળે.