loader

Breaking News


Home > National > બુલેટ ટ્રેન માટે જાપાન તરફથી લોનનો પ્રથમ હપ્તો જાહેર, હવે ઝડપી બનશે કામ


Foto

બુલેટ ટ્રેન માટે જાપાન તરફથી લોનનો પ્રથમ હપ્તો જાહેર, હવે ઝડપી બનશે કામ

Sept. 29, 2018, 10:44 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી અને ભારત સરકાર વચ્ચે શુક્રવારે મુંબઈ - અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજના માટે લોનનો પ્રથમ હપ્તો આપવા મુદ્દે સહમતી બની ગઈ છે. એક કરાર મુજબ જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી તરફથી ભારત સરકારને મુંબઈ - અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજના માટે લોન પેટે 5500 કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો મળશે. આ ઉપરાંત જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી તરફથી કોલકાતા ઇસ્ટ - વેસ્ટ મેટ્રો પ્રોજેક્ટમાં હાવડા મેદાનથી સોલ્ટ લેક સેક્ટર - 5 સુધી મેટ્રો લાઈન બનાવવા માટે 1600 કરોડ રૂપિયાનું ઋણ આપવામાં આવશે.

ભારત સરકાર દેશનો સૌથી પહેલો હાઈસ્પીડ રેલ કોરિડોર વર્ષ 2022 થી શરુ કરવાની તૈયારી કરી રહી છે. માહિતી છે કે આ માટે સરકાર જાપાન પાસે 18 બુલેટ ટ્રેન ખરીદવાની તૈયારી કરી રહી છે. આ સોદો 7000 કરોડ રૂપિયાનો હશે તેમજ દેશમાં ટ્રેનના ઉત્પાદન માટે ટેક્નોલોજી ટ્રાન્સફરની શરત પણ મુકવામાં આવશે.