loader

Breaking News


Home > Bollywood > ઋષિ કપૂરની આગામી ફિલ્મનો FIRST LOOK રિલીઝ


Foto

ઋષિ કપૂરની આગામી ફિલ્મનો FIRST LOOK રિલીઝ

Oct. 17, 2017, 7:03 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ઋષિ કપૂર છેલ્લા ઘણા સમયથી વ્યસ્ત છે. તેમની આગામી ફિલ્મ જેમાં તેમના દમદાર રોલની ચર્ચાઓ ફિલ્મી જગત કરી રહ્યુ છે, તે ફિલ્મનું નામ મુલ્ક છે. આ ફિલ્મનાં નિર્દેશક અનુભવ સિન્હા છે. તેનો FIRST LOOK આજે રિલીઝ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં તેમનો રોલ શું છે તેના પર ખુલાસો તેમણે પોતે જ કર્યો છે. તેમણે આગામી ફિલ્મ મુલ્કનો FIRST LOOK રિલીઝ કરી દીધો છે. તેમના આ લુકને તેમણે પોતાના ટ્વિટર એકાઉંટનો પ્રોફાઇલ પિક્ચર બનાવ્યું છે. આ લુકમાં તે અલગ જ લાગી રહ્યા છે.



તેમણે આ લુકને પોતાના ટ્વિટર એકાઉંટથી શેયર કરતા લખ્યુ છે કે આ તેમની આગામી ફિલ્મ મુલ્કનો FIRST LOOK છે. છેલ્લા ઘણા વર્ષોથી ઋષિ કપૂર ફિલ્મોમાં અલગ પ્રકારનાં લુક સાથે નજર આવી રહ્યા છે. તે પછી અગ્નિપથનો રૌફ હોય કે પછી કપૂર એંડ સન્સનાં દાદા. તે ફિલ્મોમાં પોતાના લુક સાથે ઘણા એક્સપેરિમેંટ કરવા લાગ્યા છે.

ફિલ્મ મુલ્કમાં ઋષિ કપૂર સિવાય તાપસી પન્નૂ, રજત કપૂર, નીતા કપૂર અને પ્રતિક બબ્બર જેવા કલાકારો પણ હશે. આ ફિલ્મ સ્ટોરી ભારતનાં એક નાના શહેરની એક જોઇંટ ફેમિલીની છે. અનુભવ સિન્હા નિર્દેશક ફિલ્મ મુલ્ક આવતા વર્ષે 2018માં રિલીઝ થશે.

હાર્દિક શાહ