loader

Breaking News


Home > Gujarat > રાજ્યમાં જાન્યુઆરીમાં થશે પ્રથમ મેટ્રો ટ્રેનનું ટ્રાયલ


Foto

રાજ્યમાં જાન્યુઆરીમાં થશે પ્રથમ મેટ્રો ટ્રેનનું ટ્રાયલ

Oct. 8, 2018, 10:55 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાતમાં મેટ્રો ટ્રેનની ટ્રાયલ રન જાન્યુઆરી 2019 માં થશે. આ ટ્રેન અમદાવાદથી ગાંધીનગર વચ્ચે દોડશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે જણાવ્યું હતું કે અમદવાદમાં પ્રથમ ટ્રાયલ રન વસ્ત્રાલથી એપેરલ પાર્ક વચ્ચે થશે.આ ટ્રેક સાડા છ કિમિ લાંબો હશે. 2020 સુધી અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સુવિધા મળવા લાગશે.

પહેલા પાંચ વર્ષ માટે ટ્રેનમાં ત્રણ કોચ હશે. જો કે મેટ્રો સ્ટેશનમાં છ કોચ વાળી ટ્રેનો માટે બનાવવામાં આવ્યા છે. વિજય રૂપાણીનાં જણાવ્યાં મુજબ સુરતમાં મેટ્રો ચલાવવાની સૈદ્ધાંતિક મંજૂરી પહેલાથી જ મળી ગઈ છે. વધુમાં મુખ્યમંત્રી વિજય રૃપાણીએ જણાવ્યું હતું કે, આ કોચ કોરીયાથી મોડેલ તરીકે આવ્યો છે. મેટ્રો ટ્રેનની સુવિધા કેવી હશે તેની જાણકારી નાગરીકોને અપાશે. શહેરમાં જ્યાં કોટ વિસ્તાર છે ત્યાં મેટ્રો અંડરગ્રાઉન્ડ દોડશે.