loader

Home > Bollywood > કેંસરની ટ્રીંટમેંન્ટ કરાયા બાદ પહેલીવાર કેમેરા સામે આવી સોનાલી


Foto

કેંસરની ટ્રીંટમેંન્ટ કરાયા બાદ પહેલીવાર કેમેરા સામે આવી સોનાલી

Dec. 4, 2018, 11:28 a.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : ન્યુયોર્કમાં કેંસરની ટ્રીંટમેન્ટ કરાયા બાદ બોલીવુડ એક્ટેર્સ સોનાલી બેન્દ્રે સોમવારનાં દિવસે મુંબઈ પહોચી હતી. જો કે હજુ તેની કેંસર સામેની લડત પૂરી થઇ નથી. જો કે કેમેરામાં તેના હસતા ફોટો કેપ્ચર થયા હતા. સોનાલીની ખબર પુછવા બોલીવુડની ઘણી હસ્તીઓ તેના ઘરે પહોચી હતી.સોનાલી ન્યુયોર્ક પરત થયા બાદ ઘણી ખુશ દેખાઇ રહી છે. સોનાલી મુંબઈનાં એરપોર્ટ પર તેના પતિ ગોલ્ડી બહલ સાથે સ્પોટ થઇ હતી. સોનાલીએ એરપોર્ટમાં મીડિયા સમક્ષ હસતા-હસતા પોજ આપ્યો હતો. ન્યુયોર્કમાં તેની કેવી સારવાર થઇ તે તેના હસતા ફોટા જોઇને સમજી શકાય છે. તમને જણાવી દઇએ કે તે કેંસરથી પીડીત હોવાના કારણે ન્યુયોર્ક ટ્રીંટમેન્ટ કરાવવા માટે ગઇ હતી, જેમા તેને કિમોથેરાપીનાં સેશનથી પસાર થવુ પડ્યુ હતુ. કિમોથેરાપીનાં કારણે સોનાલીએ પોતાના બાલ પણ કઠાવી દીધા હતી. તે ક્યારેક બાલ્ડ લુકમાં તો ક્યારેક વીગ પહેરતી જોવા મળે છે.