loader

Breaking News


Home > National > હિંન્દુ કોર્ટની પ્રથમ મહિલા જજનો બફાટ, ગોડસે પહેલા મારો જન્મ થયો હોત ગાંધીને હુ જ મારી દેતી


Foto

હિંન્દુ કોર્ટની પ્રથમ મહિલા જજનો બફાટ, ગોડસે પહેલા મારો જન્મ થયો હોત ગાંધીને હુ જ મારી દેતી

Aug. 24, 2018, 2:27 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દેશમાં વાણી સ્વાતંત્રતાનો હક દરેકને મળ્યો છે પરંતુ ઘણીવાર આ હકનો દૂર ઉપયોગ થતો જોવા મળે છે. તેવું જ કઇક યુપીનાં મેરઠમાં બન્યુ હતુ, જ્યા ડૉ. પૂજા શકુન પાંડેને હિંન્દુ કોર્ટની પ્રથમ મહિલા જજ તરીકે નિયુક્ત કરવાનો દાવો અખિલ ભારતીય હિંન્દુ મહાસભા નામનાં એક સંગઠને કર્યો છે. સુત્રોનાં જણાવ્યાં અનુસાર ડૉ.પૂજા શકુન પાંડેએ એક વિવાદિત નિવેદન આપ્યુ છે, તેણે કહ્યુ છે કે, મને ગર્વ છે કે હુ અને મારા સંગઠનનાં લોકો નાથૂરામ ગોડસેને આજે પણ પૂજનીય માનીએ છીએ. જો મે ગોડસે પહેલા જન્મ લીધો હોત તો હુ જ ગાંધીને મારી નાખતી.

યુપીનાં મેરઠમાં દેશની પ્રથમ કથિત હિંન્દુ કોર્ટ સ્થાપવાનો દાવો અખિલ ભારતીય હિંન્દુ મહાસભા નામના એક સંગઠને કર્યો છે. ત્યારે તે કોર્ટની પ્રથમ જજ તરીકે અલીગઢની ડૉ. પૂજા શકુન પાંડેને નિયુક્ત કરવામાં આવી છે. હિંન્દુ કોર્ટની સ્થાપના બાદ ડૉ.પૂજાએ એક પ્રાઇવેટ ન્યુઝ ચેનલને ઈંટરવ્યું આપતા જણાવ્યું કે, નાથૂરામ ગોડસે અસલમાં ગાંધીનાં હત્યારા ન હતા. તેમને ભારતીય બાંધારણ લાગુ થયા પહેલા જ સજા આપી દેવામાં આવી હતી. વધુમાં તેણે જણાવ્યું કે, મને એ વાતનો ગર્વ છે કે મારું સંગઠન નાથૂરામ ગોડસે ને આજે પણ પૂજે છે, સાથે તેણે કહ્યુ કે, જો નાથૂરામ ગોડસે પહેલા મારો જન્મ થયો હોત તો હુ જ ગાંધીને મારી નાખતી. તેટલું જ નહિ જો આજે પણ કોઇ ગાંધી પૈદા થશે જે દેશને વહેચવાની વાત કરશે તો ફરી એ જ સમયને તાજા કરવામાં આવશે.

દેશમાં એક તરફ જનતાની તકલીફોમાં ઘટાડો થવાને બદલે વધારો થઇ રહ્યો છે અને બીજી તરફ આ પ્રકારની હલકી માનસિકતા ધરાવતી વ્યક્તિ બેફામ દેશનાં પિતા કહેવાતા મહાત્મા ગાંધી વિરુદ્ધ આચરણ ઉચ્ચારી રહી છે. ત્યારે સરકાર આ પ્રકારનાં નિવેદનને કેટલુ ધ્યાને લે છે તે જોવાનું રહેશે. આ પ્રકારનાં નિવેદનથી ડૉ.પૂજા શકુન પાંડેએ સરકારને પણ જાણે મોં પર જ તમાચો મારી દીધો છે. આ પહેલા પણ ભારતીય બંધારણની પ્રતિઓને દિલ્હીમાં સળગાવવામાં આવી ત્યારે સરકાર દ્વારા કોઇ પગલા લેવામાં આવ્યા ન હતા તેવુ જનમુખે ચર્ચાઇ હતુ. આજે સરકાર તરફ જનતાએ અવાજ ઉઠાવવાનો શરૂ કરી દીધો છે ત્યારે સરકાર માટે ડૉ.પૂજા દ્વારા બોલવામાં આવેલ નિવેદનને આંખ આડા કાન કરવું પણ ભારે પડી શકે તો કોઇ નવાઇ નહી.