loader

Breaking News


Home > Gujarat > રાજ્યમાં ભારે વરસાદના પગલે PM મોદીનો ગુજરાત પ્રવાસ રદ


Foto

રાજ્યમાં ભારે વરસાદના પગલે PM મોદીનો ગુજરાત પ્રવાસ રદ

July 19, 2018, 3:30 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : વડા પ્રધાન નરેન્દ્ર મોદી ર૦મીએ શનિવારે એક દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવવાના હતા તે પ્રવાસ હવે રદ કરવામાં આવ્યો છે. વડા પ્રધાન કાર્યાલય તરફથી ગુજરાત સરકારને તેની વિધિવત્ જાણ કરી દેવામાં આવી છે. મુલતવી રખાયેલા પ્રવાસની નવી તારીખો અંગે કોઇ સૂચના આવી નથી. મોદી શનિવારે એક દિવસ માટે વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગરની એફએસએલ યુનિવર્સિટી ખાતે યોજાનારા કાર્યક્રમોમાં ભાગ લેવા આવનારા હતા.

જૂનાગઢમાં તેઓ સરકારી હોÂસ્પટલનું ઉદ્ઘાટન કરવાના હતા. મેડિકલ કોલેજના બિલ્ડીંગનું લોકાર્પણ કરીને જાહેર સભા સંબોધિત કરવાના હતા. ભારે વરસાદની સ્થિતિના કારણે તેમનો ગુજરાત પ્રવાસ રદ થયાનું જાણવા મળે છે. આ ઉપરાંત એક વર્ષથી ઓછા સમયમાં ૧ લાખ આવાસ તૈયાર કરાયા છે તેનો સામૂહિક ગૃહપ્રવેશ વડા પ્રધાન મોદીની હાજરીમાં ગાંધીનગર અથવા અમદાવાદ ખાતે યોજાવાનો હતો. તેઓ ૧,૦૧,૧૧૧ ગ્રામીણ પરિવારો માટે તૈયાર સરકારી આવાસોનું લોકાર્પણ કરવાના હતા. સૌરાષ્ટ્રમાં ઊભી થયેલી પૂર જેવી સ્થિતિના પગલે આજની કેબિનેટ બેઠક પણ રદ કરવામાં આવી છે. તમામ પ્રધાનોને તેમના મતવિસ્તારમાં રાહતબચાવ કામગીરી પર સીધી નજર રાખવા જણાવાયું છે.