loader

Breaking News


Home > Gujarat > હવામાન વિભાગની આગાહી સાચી પડી, રાજ્યમાં મધ્યમ વરસાદ


Foto

હવામાન વિભાગની આગાહી સાચી પડી, રાજ્યમાં મધ્યમ વરસાદ

Sept. 22, 2018, 5:13 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ૨૨ સપ્ટેમ્બરના રોજ વરસાદ પડવાની શક્યતાઓ છે. છોટા ઉદેપુર, નર્મદા, વડોદરા જિલ્લામાં વરસાદની સંભાવના છે. તો આ તરફ ભરૂચ, સુરત જિલ્લામાં પણ વરસાદ થઇ શકે છે. ડિપ્રેશનની સિસ્ટમ આગળ વધી રહી છે. ગુજરાતની આસપાસ ૧ સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આજે બપોર બાદ ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદ પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે,ગુજરાતમાં ઘણી વાટ જોવડાવ્યા બાદ મેઘરાજા મહેરબાન થતાં જળાશયો છલકાયા છે. ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડથી ડેમોમાં પાણીની આવક થઈ છે. કુલ ૨૦૩ જળાશયોમાં ૨૧૯૬૭૬ અમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે. જળાશયોની કુલ સંગ્રહ શક્તિના ૩૯.૪૭ ટકા પાણીનો સંગ્રહ થયો છે.જો કે ફરીવાર નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો થયેલો પણ નોંધાયો છે. ઉત્તર ગુજરાતના ૧૫ ડેમમાં ૩૨.૫૯ ટકા પાણીનો સંગ્રહ થયો છે. મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૫૩.૯૯ ટકા અને દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૩૬.૭૩ ટકા પાણીનો સંગ્રહ થયો છે અને સૌરાષ્ટ્રના ૧૩૮ જળાશયોમાં ૪૪.૩૦ ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે.