loader

Breaking News


Home > National > દેશનાં ભૂમિગત પ્રશ્નો ભૂલી સત્તાધારી પાર્ટી સોશિયલ મીડિયામાં રમી રહી છે ફીટનેસ ફીટનેસ


Foto

દેશનાં ભૂમિગત પ્રશ્નો ભૂલી સત્તાધારી પાર્ટી સોશિયલ મીડિયામાં રમી રહી છે ફીટનેસ ફીટનેસ

May 25, 2018, 10:56 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આજે દેશની જનતા મોંઘવારી અને બેરોજગારીથી ત્રસ્ત થઇ રહી છે ત્યારે દેશની સત્તાધારી પાર્ટી સોશિયલ મીડિયામાં ફીટનેસ ફીટનેસ રમી રહી છે. જ્યા જનતા નોટબંદી અને જીએસટીની મારથી હજુ પોતાને પાર પાડી શકી નથી, જ્યા ખેડૂતોને ટેકાનાં પૂરતા ભાવ મળી રહ્યા નથી ત્યારે દેશની સત્તાધારી પાર્ટી આ ભૂમિગત પ્રશ્નોનાં નિવારણને આંખ આડા કાન કરી ફીટનેસ ચેલેન્જને મહત્વ આપી રહી છે.





દેશનાં ભૂમિગત પ્રશ્નો પર ધ્યાન ન આપી સોશિયલ મીડિયામાં ચાલી રહેલા ફીટનેસ ચેલેન્જને સત્તાધારી પાર્ટી મહત્વનો મુદ્દો માની રહી છે. કેંન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે દેશમાં ફીટનેસને મહત્વ આપવા માટે હમ ફીટ તો ઇંન્ડિયા ફીટનાં નારા સાથે એક વીડિયો શેયર કર્યો હતો. ત્યાર બાદ સત્તાધારી પાર્ટીમાં પોતાને ફીટ બતાવવાની જાણે રેસ લાગી ગઇ હતી. તેટલુ જ નહી દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ મુદ્દે જલ્દી જ પોતાનો ફીટનેસ ટેસ્ટવાળો વીડિયો શેયર કરવાની વાત કરી ચુક્યા છે. ફીટનેસ ચેલેન્જ પર થઇ રહેલા ટ્વીટ બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ચેલેન્જ કરી છે, રાહુલ ગાંધીએ પીએમ મોદીને પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ઘટાડો કરી બતાવવાનો ચેલેન્જ કર્યો છે. જોવાનું રહેશે કે શું પીએમ મોદી આ ચેલેન્જને સ્વીકાર કરે છે કે નહી.