loader

Breaking News


Home > National > ચક્રવાત તિતલી વિનાશક સ્વરૂપમાં, આંધ્રમાં બેના મોત


Foto

ચક્રવાત તિતલી વિનાશક સ્વરૂપમાં, આંધ્રમાં બેના મોત

Oct. 11, 2018, 3 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં ચક્રવાતી તિતલી તોફાનના કારણે ભારે અસર થઇ છે. બનંને રાજ્યોના અનેક ભાગોમાં હાલમાં તોફાની પવન સાથે ભારે વરસાદ થઇ રહ્યો છે. મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે. બચાવ અને રાહત કામગીરી માટે ટુકડીઓ પહેલાથી જ તૈયાર રાખવામાં આવી હતી. આના કારણે સ્થિતિ વધારે વણસી નથી. આંધ્રપ્રદેશમાં બે લોકોના મોત થઇ ગયા છે. જ્યારે ઓરિસ્સામાં ૧૮ જિલ્લામાં રેડ એલર્ટની જાહેરાત પણ કરવામાં આવી છે. ઓરિસ્સાના ગોપાલપુરમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. ગોપાલપુરમાં તિતલી વિનાશકારી રૂપમાં દેખાતા તંત્ર દ્વારા વધુ અસરકારક પગલા લેવામાં આવ્યા હતા.

ઓરિસ્સામાં ૧૦૦૦૦ લોકોને સુરક્ષિત સ્થળે ખેસડી દેવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશમાં શ્રીકાકુલમમાં ભારે વરસાદ થયો છે. જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ છે. બંગાળના અખાત પર સર્જાયેલા દબાણના કારણે આવેલા ચક્રવાતી તોફાને હવે વિનાશકારી સ્વરુપ ધારણ કરી લીધું છે જેના ભાગરુપે વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. તોફાની પવન ફુંકાઇ રહ્યા છે. ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં એલર્ટની જાહેરાત કરવામાં આવી છે.

ઓરિસ્સામાં સ્કુલ કોલેજા બંધ કરવામાં આવ્યા બાદ તંત્ર બિલકુલ સાવધાન થઇ ગયું છે. હવામાન વિભાગના કહેવા મુજબ આ ચક્રવાતના કારણે ૧૪૫ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાઇ રહ્યુ છે. ચક્રવાતના ખતરાને ધ્યાનમાં લઇને ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ સરકાર સાવચેતીના પગલા ગઇકાલે જ લેવામાં આવી ચુક્યા હતા.