loader

Breaking News


Home > Gujarat > ગુજરાતનાં આ પૂર્વ સીએમએ અધ્યક્ષનાં નિર્ણયને ગેરબંધારણીય અને મુળભૂત અધિકારો પરની તરાપ કહ્યુ


Foto

ગુજરાતનાં આ પૂર્વ સીએમએ અધ્યક્ષનાં નિર્ણયને ગેરબંધારણીય અને મુળભૂત અધિકારો પરની તરાપ કહ્યુ

March 16, 2018, 8:03 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતનાં પૂર્વ સીએમ સુરેશભાઇ મહેતાએ વિધાનસભામાં સંસ્પેન્ડ કરવામાં આવેલા અધ્યક્ષનાં નિર્ણયને અયોગ્ય ઠેરાવ્યુ હતુ. તેમણે કહ્યુ કે, આ એક ગેરબંધારણીય પગલું છે, વિધાનસભા પરિસર અને ગૃહ બંન્ને અલગ અલગ બાબત છે. તેમણે કહ્યુ કે, ગૃહ અંગે અધ્યક્ષને કેટલાંક અધિકારો છે. પરંતુ જે પ્રકારનો નિર્ણય તેમના દ્વારા સંભળાવવામાં આવ્યો છે જે બંધારણની દ્રષ્ટિએ ખોટો છે.



વિધાનસભામાં થયેલા મારામારીનાં કિસ્સા બાદ કોંગ્રેસનાં બે ધારાસભ્યોને 3 વર્ષ અને એક ધારાસભ્યને 1 વર્ષ માટે સંસ્પેન્ડ કરી દેવાનાં અધ્યક્ષનાં નિર્ણયને ગેરબંધારણીય ઠેરાવતા પૂર્વ સીએમ સુરેશ મહેતા કહે છે કે, અધ્યક્ષને વધુમાં વધુ સત્ર સમાપ્તિ સુધી સંસ્પેન્ડ કરવાનો અધિકાર છે, જો પરિંસરમાં સામાન્ય માણસ પણ આવી શકતો હોય ત્યારે ધારાસભ્યો પર પ્રતિબંધ કેવી રીતે લગાવી શકાય. આ નિર્ણય નાગરિકનાં મૂળભૂત અધિકારો પરની તરાપ સમાન ગણી શકાય. પૂર્વ સીએમએ કહ્યુ કે, આ નિર્ણય અધ્યક્ષની છાપને એક તરફી બનાવી રહ્યો છે. કોઇ પણ નિર્ણયને કોઇ તપાસ વિના લઇ લેવો તે ક્યારે પણ યોગ્ય ન કહી શકાય.