loader

Breaking News


Home > Sports > ઈંગ્લેન્ડનાં પૂર્વ કેપ્ટન ગ્રેહામ ગૂચે વિરાટ કોહલીને કહ્યો હાલનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન


Foto

ઈંગ્લેન્ડનાં પૂર્વ કેપ્ટન ગ્રેહામ ગૂચે વિરાટ કોહલીને કહ્યો હાલનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન

July 31, 2018, 10:58 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ઈંગ્લેન્ડનાં પૂર્વ કપ્તાન ગ્રેહામ ગૂચે ભારત વિરુદ્ધ યોજાનાર પાંચ ટેસ્ટ મેચોની સિરીઝ પહેલા જો રૂટની ટીમને વિરાટ કોહલીનાં ખતરાથી ચેતવ્યા છે. બંને દેશો વચ્ચે પહેલી ટેસ્ટ મેચ એક ઓગષ્ટથી બર્મિધમમાં શરૂ થશે. ગૂચે ઈન્ટરવ્યૂમાં કહ્યુ કે, વિરાટ કોહલી હાલનાં સમયમાં સર્વશ્રેષ્ઠ બેટ્‌સમેન છે. મારૂ માનવું છે કે, આ પ્રવાસ સમયે ઈંગ્લેન્ડમાં પોતાનો રેકોર્ડ સુધારવાની તેનામાં ભૂખ છે અને તેથી મેજબાન ટીમ માટે તે સૌથી મોટો ખતરો છે.



પૂર્વ કેપ્ટને કહ્યુ કે, દરેક બેટ્‌સમેન ઈચ્છે છે કે, તે એવા ખેલાડીનાં રૂપમાં ઓળખવામાં આવે, જે પૂરા વિશ્વમાં જબરદસ્ત રમે છે. તમને જણાવી દઈએ કે, લાસ્ટ ઈંગ્લેન્ડ પ્રવાસમાં વિરાટ કોહલી નિષ્ફળ રહ્યો હતો. એન્ડરસને તેને ઘણો પરેશાન કર્યો હતો, પરંતુ હવે વિરાટ કોહલીએ પોતાની ટેકનીકને સુધારી લીધી છે. એવામાં હવે એંડરસન સામે અલગ વિરાટ કોહલી જોવા મળી શકે છે. કોહલી અને ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમનાં કેપ્ટન જો રૂટ વિશે પુછતા ગૂચે જણાવ્યું કે, બંને ખેલાડી વિશ્વ સ્તરનાં બેટ્‌સમેનો છે. તેમણે કહ્યુ કે, મને લાગે છે કે, આ બંને રમતનાં બધા જ પ્રારૂપમાં વિશ્વ સ્તરનાં ખેલાડી છે. આજનાં સમયમાં દરેક ક્રિકેટર પરિસ્થિતિ સાથે તાલમેલ બેસાડી દે છે. બંને ખેલાડીમાંથી કોઈ એકને પસંદ કરવો મુશ્કેલ છે, કારણ કે બંને મેચ વિનર ખેલાડી છે. મને કોહલી અને રૂટની બેટિંગ જોવી પસંદ છે કારણ કે, બંને મેદાનમાં ચારે બાજુ રમે છે.