loader

Breaking News


Home > National > પૂર્વ લોકસભા સ્પિકર સોમનાથ ચેટર્જીનું નિધન, લાંબી બીમારી બાદ લીધા અંતિમ શ્વાસ


Foto

પૂર્વ લોકસભા સ્પિકર સોમનાથ ચેટર્જીનું નિધન, લાંબી બીમારી બાદ લીધા અંતિમ શ્વાસ

Aug. 13, 2018, 10:18 a.m.
      Whatsapp   

માનવમિત્ર, કોલકાતા : લોકસભાનાં પૂર્વ સ્પિકર સોમનાથ ચેટરજીનું નિધન થઇ ગયું છે. તેઓને કીડનીની બીમારી હતી જેને કારણે કોલકાતાની એક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતા જ્યાં તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં હતા.

તબિયત નાજુક હોવાને કારણે ૧૦ ઓગષ્ટનાં રોજ તેમને કોલકાતાની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતા.માકપાનાં પૂર્વ નેતા સોમનાથ ચેટરજી ૧૦ વખત લોકસભાના સાંસદ રહી ચુક્યા છે. તેઓ કોંગ્રેસની આગેવાની વાળી UPA - 1 સરકારમાં ૨૦૦૪ થી ૨૦૦૯ સુધી લોકસભાનાં અધ્યક્ષ રહી ચૂક્યાં છે.

UPA - 1 નાં શાસનકાળમાં તેમની પાર્ટી CPM તરફથી સરકારમાંથી સમર્થન પાછું લીધા બાદ તેમને સ્પિકર પદ છોડવામાં કહેવામાં આવ્યું હતું પરંતુ તેઓએ આ કરવાની મનાઈ કરી દીધી હતી. જેને કારણે તેમણે પાર્ટીમાંથી દુર કરી દેવામાં આવ્યાં હતા. સોમનાથ ચેટરજી CPIM ની કેન્દ્રીય સમિતિનાં સભ્ય રહ્યા હતા તેમજ પ્રકાશ કરાતનાં કટ્ટર વિરોધી ગણાતા હતા.