loader

Breaking News


Home > Gujarat > ગાંધીનગર મનપામાં પૂર્વ મેયરે પીવાના પાણીના વોટરકુલર અને આર.ઓ. મુકાયા ત્યાં નવા મેયરે દરવાજાને તાળા મરાવી દીધા


Foto

ગાંધીનગર મનપામાં પૂર્વ મેયરે પીવાના પાણીના વોટરકુલર અને આર.ઓ. મુકાયા ત્યાં નવા મેયરે દરવાજાને તાળા મરાવી દીધા

April 27, 2018, 3:40 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગાંધીનગર મહાનગર પાલીકા અસ્તિત્વમાં આવી ત્યારથી જ કોઈના કોઈ બાબતે વિવાદમાં રહેલી છે. ત્યારે પૂર્વ મેયર એવા મહેન્દ્રસિંહ રાણા દ્વારા આવનારા મુલાકાતીઓ, બિલ્ડીંગમાં નોકીર કરતાં કર્મચારીથી લઈને તમામ માટે પીવાના પાણીના વોટરકુલર અને આર.ઓ. મુકવામાં આવ્યા હતા. ત્યારે હાલ નવા મેયર પ્રવિણ પટેલ દ્વારા આ પીવાના પાણીના મુખ્ય દરવાજાને જ તાળા મારી દેવામાં આવ્યા છે.

પ્રજા પોતાના પ્રશ્ન માટે આવે અને ભર ઉનાળામાં ઠંડુ પાણી પીવાની સવલત તથા લોકો પાણીના જગ, અને બોટલ પણ ભરાવતા હોય છે. ત્યારે તાળા મારી દેવાનું કારણ શું ? ગાં.મનપાની કચેરી જ્યાં આવેલી છે તે એમ.એસ. બિલ્ડિંગમાં ચોથા માળે મેયર, ડે.મેયર, સ્ટે. કમીટીના ચેરમેન, વિરોધપક્ષના નેતાથી લઈને ગાં.મનપાની સેક્રેટરી પીનાકીન જોષી પણ ત્યાં બેસે છે. ત્યારે અગાઉ પૂર્વ મેયર મહેન્દ્રસિંહ રાણા હતા ત્યારે મુલાકાતીઓની સંખ્યા ખુબ જ વધારે આવતી હતી અને લોકો પોતાના કામો માટે પૂર્વ મેયર મહેન્દ્રસિંહ પાસે જવાનું પ્રથમ પસંદ કરતા હતા. પૂર્વ મેયર પોતે ૧ વાગે થી ૪વાગ્યા સુધી દરરોજ મુલાકત આવતી હતા અને પ્રજાના પ્રશ્નોને વાચા આપતા હતા ત્યારે અત્યારે ચોથા માળે મેયર જેવું કશું લાગતું નથી અને મેયર આવીને અડધો કલાક કે કલાક બેસીને જતા રહેતા હોય છે. ત્યારે મહેન્દ્રસિંહ રાણા જે વોટર કુલર મુકાયા હતા તે હાલના મેયરે તાળા મરાવી દીધા હોવાનું લોકોના મુખેથી સાંભળવા મળ્યું છે. અને બહાનાબાજીમાં કર્મચારીઓ જણાવે છે કે લોકો હાથ ધુવે છે ? લાખો રૂપિયાનો પીવાના પાણીનો આર.ઓ. પ્લાન્ટ પસ્તીમાં નાખી દેવાનો આખરે આ પીવાનું પાણી પ્રજાના માટે વસાવ્યું છે અને પ્રજાના ટેક્સના નાણાંમાંથી આ વસાવેલું વોટરકુલ આર.ો.ને ત્યાં જ તાળા મારી દેતા રોજ બરોજ આવતા જયાં મુલાકાતીઓ નીશાશો નાંખી રહ્યા છે. ત્યારે મેયર પ્રવિણ પટેલ રોજરોજ આવતા જતા હોવા છતાં આ પીવાના પાણીને તાળા મારી દીધા તે બાબતે કોઈ પૃચ્છા આજદિન સુધી કેમ નથી કરી ?

પ્રજાના પૈસા ક્યાં વાપરવા તે પૂર્વ મેયર મહેન્દ્રસિંહ પાસે શીખવા જેવું છે. ત્યારે પબ્લિકના પૈસાના ધૂમાડા કરતાં અને કામના નામે ફક્ત વાતો કરતાં અધિકારીનો પણ આ દેખાતું નથી ત્યારે અગાઉ રૂબરૂ આ બાબતે પૃચ્છા કરતાં જણાવેલ કે ઉપરતી સુચના આવી છે ત્યારે પીવાનું પાણી અને આર.ઓ. પ્લાન્ટ પ્રજાના માટે મુકવામાં આવેલ છે. ત્યારે અહીંયા તાળાં મારીને શું બતાવવા માંગે છે પદાધિકારીઓ તે ખબર પડતી નથી. રાજકારણમાં હુંસાતુંસી તો હોય પણ આમાં પ્રજાનો બુકડો બોલાવી જાય અને પ્રજાના પૈસાના નાંણાનો વેડફાર થાય તે યોગ્ય છે ખરું ?