loader

Breaking News


Home > National > પૂર્વ PM અટલ બિહારી વાજપાઈની તબિયત સ્થિર, વધુ બે દિવસ એઈમ્સમાં રહેવાની સંભાવના


Foto

પૂર્વ PM અટલ બિહારી વાજપાઈની તબિયત સ્થિર, વધુ બે દિવસ એઈમ્સમાં રહેવાની સંભાવના

June 13, 2018, 12:12 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઈ આજે પણ હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ નહિ થાય. પૂર્વ પ્રધાનમંત્રી વાજપાઇની તબિયત હાલ સ્થિર છે પરંતુ હજુ ઇન્ફેકશનની અસર છે. આ કારણે તેઓને બે દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડે તેમ છે. વધુમાં જણાવવામાં આવી રહ્યું છે કે યુરીન રાત્રે અને સવારે પાસ થયું છે અને હજુ પણ ICU માં રાખવામાં આવ્યાં છે.

એઈમ્સનાં નિર્દેશક રણદીપ ગુલેરિયાનાં નેતૃત્વમાં ડોકટરોની એક ટીમ ૯૩ વર્ષીય નેતાનાં સ્વાસ્થ્ય સબંધી પરીક્ષણ કરી રહી છે. પૂર્વ PM એટલ બિહારી વાજપાઇને ઈન્જેકટેબલ એન્ટબાયોટીક્સ પર રાખવામાં આવ્યાં છે. આશા હતી કે આજે તેમને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરી દેવામાં આવશે પરંતુ તેમને હવે વધુ બે દિવસ રોકાવું પડશે.