loader

Breaking News


Home > National > પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આજે સંઘના કાર્યક્રમને સંબોધિત કરશે


Foto

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આજે સંઘના કાર્યક્રમને સંબોધિત કરશે

June 7, 2018, 9:55 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નાગપુર : પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આજે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના કાર્યક્રમને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા તેઓ બુધવારે સાંજે જ નાગપુર પહોંચી ગયા હતા. પ્રણવ મુખર્જી રેશિમબાગ સ્થિત સંઘ હેડક્વાટરમાં આરએસએસના ત્રીજા વર્ષની પ્રશિક્ષણ શિબિરના સમાપન સમારોહને સંબોધિત કરશે. સંઘે પોતાના આ કાર્યક્રમમાં પ્રખ્યાત વ્યક્તિઓને બોલાવવાની પરંપરા મુજબ પ્રણવ મુખર્જીને આમંત્રણ આપ્યું હતું.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આ કાર્યક્રમમાં ભાવિ સંઘ પ્રચારકોને રાષ્ટ્રવાદ પર વ્યાખ્યાન આપશે. RSS નાં આ કાર્યક્રમમાં દેશના લગભગ 700 સ્વંયસેવકો ભાગ લેશે. તેઓ ગઈકાલે નાગપુર પહોંચ્યા હતા જ્યા સંઘ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.