loader

Breaking News


Home > National > બેંન્ક ઓફ બરોડા સહિત ચાર બેંન્કો બંધ થશે, સરકાર લઇ શકે છે નિર્ણય


Foto

બેંન્ક ઓફ બરોડા સહિત ચાર બેંન્કો બંધ થશે, સરકાર લઇ શકે છે નિર્ણય

June 5, 2018, 10:47 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દેશમાં બેંન્કીંગ સેક્ટરની હાલાત શું છે તે હવે લોકોથી છુપી રહી નથી, ત્યારે હવે સરકાર તરફથી બેંન્કોને લઇને મોટો નિર્ણય લેવાની સંભાવનાઓ વધી છે. સરકાર બેંન્ક ઓફ બરોડા સહિતની કુલ ચાર બેંન્કોને બંધ કરવાનું વિચારી રહી છે. સુત્રોનાં જણાવ્યાં અનુસાર બેંન્ક ઓફ બરોડા, આઇડીબીઆઇ, સેન્ટ્રલ બેંન્ક ઓફ ઈંન્ડિયા, ઓરિએન્ટેલ બેંન્ક ઓફ કોમર્સ આમ કુલ ચાર બેંન્કોને બંધ કરવામાં આવશે.



સરકાર આ ચાર બેંન્કોની સ્થિતિને સુધારવા માટે નજીકનાં સમયે એક મોટો નિર્ણય લઇ શકે છે. મળતી માહિતી અનુસાર નાણાકીય વર્ષ ૨૦૧૮માં આ ચાર બેંન્કોને લગભગ ૨૧,૬૬૪ હજાર કરોડ રૂપિયાની ખોટ થઇ છે. બેંન્કોની નાણાકીય પરિસ્થિતિને સુધારવા હેતુ સરકાર આ ચાર બેંન્કોને મર્જ કરવાનો વિચાર કરી રહી છે. જો આ ચાર બેંન્ક મર્જ કરવામાં આવે છે તો સ્ટેટ બેંન્ક ઓફ ઈંન્ડિયા બાદ આ બેંન્ક દેશની બીજી સૌથી મોટી બેંન્ક બની જશે. જેની પાસે કુલ ૧૬.૫૮ લાખ કરોડની એસેટ હશે. સરકારનાં લેવાયેલા અમુક નિર્ણયો સરકારની જ સામે પડ્યા છે ત્યારે સવાલ ઉભો થાય છે કે શું આ નિર્ણયથી સરકાર પોતાની શાખને સુધારી શકશે.