loader

Breaking News


Home > Gujarat > “સાલાને કાપી નાખો” કહી PSI ઉપર ચાર બુટલેગરોનો તલવારથી હુમલો.


Foto

“સાલાને કાપી નાખો” કહી PSI ઉપર ચાર બુટલેગરોનો તલવારથી હુમલો.

April 21, 2018, 11:05 a.m.
      Whatsapp   

માનવમિત્ર,રાજપીપળા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ભરાડા ગામે દારૂની રેઇડમાં ગયેલી એલસીબીની ટીમ પર બુટલેગરોએ તલવાર વડે જોરદાર હુમલો કરતાં એક કોન્સટેબલને ઇજા પહોંચી હતી. પોલીસે સ્થળ પરથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી તેમને દેડીયાપાડા નગરમાં લઇ આવી હતી અને જાહેરમાં તેમનું સરઘસ કાઢી ઉઠબેસ કરાવી હતી. જિલ્લામાં બે મહિનાના ટુંકા ગાળામાં બુટલેગરોના પોલીસ પર હુમલાનો બનાવ બન્યો છે. થોડા સમય અગાઉ પણ ગરૂડેશ્વર નજીક એસીપીની જીપ પર બુટલેગરોએ પથ્થરમારો કર્યો હતો.

ગુરુવારની મોડી રાત્રે લોકલ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એ.ડી.મહંત, ઇન્દ્રજીતસિંહ વાઘેલા સહીત ૮ પોલીસ જવાનો ડેડીયાપાડામાં પેટ્રોલિંગમાં હતા.તે સમય દરમ્યાન ભરાડા ગામ નજીક કેટલાક ઇસમો જીપગાડીમાંથી દારૂની પેટીઓ ઉતારી રહયાં હતાં. પોલીસે તેમને પડકારતા ગાડી પાસે હાજર રહેલાં ચાર બુટલેગરોએ ‘સાલે કોકાટ દાલોં’એમ કહી ગાડીમાંથી તલવારો કાઢીને પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસ જવાનોએ જીવનાં જોખમે બુટલેગરો પાસેથી તલવારો ખેચીને ૩ બુટલેગરોને ઝબ્બે કર્યા હતા.જો કે અંધારાનો લાભ લઇ સ્થાનિક કુખ્યાત બુટલેગર પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો.

બુટલેગરો સાથેની આ ઝપાઝપી દરમ્યાન હેડ કોન્સ્ટેબલ રવિન્દ્ર ઈશ્વર વસાવાને સામાન્ય ઇજા થઇ હતી. પોલીસે ઝડપી પાડેલા ત્રણેય આરોપીઓમાં રાજેશ પ્રભાકર વસાવે,રૂપેશ કાંતીલાલ વસાવે તથા રાજેન્દ્ર ઉર્ફે નકો રામજી વસાવાનો સમાવેશ થયા છે. જ્યારે અજય કાલીદાસ વસાવા ફરાર થઇ ગયો હતો. આરોપીઓ પાસેથી પોલીસે દારૂ તથા જીપ મળીને કુલ 5 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ઝડપાયેલા ત્રણેય આરોપીનું દેડીયાપાડા નગરમાં જાહેરમાં સરઘસ કાઢી ઉઠબેસ કરાવી હતી. થોડા સમય પહેલા પણ ગરૂડેશ્વર નજીક બુટલેગરોએ એસીપી અચલ ત્યાગીની જીપ પર પથ્થરમારો કર્યો હતો.