loader

Breaking News


Home > National > સુપ્રીમ કોર્ટને મળ્યા ચાર નવા ન્યાયાધીશ, હજુ ત્રણ પદ ખાલી


Foto

સુપ્રીમ કોર્ટને મળ્યા ચાર નવા ન્યાયાધીશ, હજુ ત્રણ પદ ખાલી

Nov. 2, 2018, 10:09 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટમાં ચાર નવા ન્યાયાધીશોની નિમણૂંક કરવામાં આવી છે. આ ચાર નવા ન્યાયાધીશો પદગ્રહણ કરતાં સુપ્રીમ કોર્ટમાં ન્યાયમૂર્તિઓની કુલ સંખ્યા 28 થશે. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની કુલ મંજૂર કરેલી પોસ્ટ્સ 31 છે, જેમાં ત્રણ ખાલી જગ્યાઓ ખાલી છે.

સુપ્રીમ કોર્ટ કોલેજીયમની ભલામણો પર માત્ર 48 કલાકમાં કાર્યવાહી કરીને સરકારે સુપ્રીમ કોર્ટમાં ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તા, ન્યાયમૂર્તિ અજય રસ્તોગી, ન્યાયમૂર્તિ MR શાહ અને ન્યાયમૂર્તિ આર સુભાષ રેડ્ડીની નિમણૂક કરી છે. કદાચ આ પ્રથમ પ્રસંગ એવો હશે કે જયારે કોલેજીયમની ભલામણોનો સ્વીકારી કરીને સરકારે તાત્કાલિક ધોરણે જજીસને સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કર્યા હોય.

ઉલ્લેખનીય છે કે જસ્ટિસ ગુપ્તા હાલમાં મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં છે જ્યારે જસ્ટિસ રેડ્ડી ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ છે. તેમજ સમયે ન્યાયમૂર્તિ શાહ પટના હાઈકોર્ટ અને ન્યાયમૂર્તિ રસ્તોગી ત્રિપુરા હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ છે.