loader

Breaking News


Home > Gujarat > અમદાવાદમાં ચાર માળની ઈમારત ધરાશય, એક વ્યક્તિનું મોત


Foto

અમદાવાદમાં ચાર માળની ઈમારત ધરાશય, એક વ્યક્તિનું મોત

Aug. 27, 2018, 10:03 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : અમદાવાદમાં ગઈકાલે રાત્રે ઓઢવ વિસ્તારમાં ચાર માળની ઈમારત ધરાશય થઇ ગઈ હતી. ઈમારતનાં કાટમાળમાં ૧૦ લોકો ફસાયા હોવાની આશંકા છે. હાલ કાટમાળમાંથી ચાર લોકોને બહાર કાઢવામાં આવ્યાં છે જયારે એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. રાહત અને બચાવ કાર્ય માટે ફાયર બ્રિગેડ અને NDRF ની ચાર ટીમો લગાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ઈમારતમાં પડેલ તિરાડોને કારણે શનિવારે જ બિલ્ડીંગને ખાલી કરાઈ દેવામાં આવી હતી. બિલ્ડીંગ ૨૫ વર્ષ જુની હતી તેમ જણાવવામાં આવ્યું છે. રાજ્યનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રેસ્ક્યુ ઓપરેશન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજ્ય સરકાર, ફાયર બ્રિગેડ અને NDRF ની ટીમો તૈનાત છે તેમજ આવશ્યક મશીનરીઓને સ્થળ પર તૈનાત કરી દેવામાં આવી છે.