loader

Breaking News


Home > National > ચાર વર્ષનાં શાસનમાં મોદી સરકારે પ્રચાર પ્રસારમાં 4,343 કરોડ કર્યા ખર્ચ


Foto

ચાર વર્ષનાં શાસનમાં મોદી સરકારે પ્રચાર પ્રસારમાં 4,343 કરોડ કર્યા ખર્ચ

May 16, 2018, 2:05 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા ૪૬ મહિનામાં જાહેરાતો પર ૪૩૪૩.૨૬ કરોડનો જંગી ખર્ચ કર્યો છે. સામાન્ય રીતે આ મુદ્દે ટિકા ટિપ્પ્ણીનો સામનો કર્યા બાદ સ્થિતી બદલાઇ રહી છે. આ મુદ્દે ટિકા ટિપ્પણી કર્યા બાદ આ વર્ષે આ પ્રકારનાં પ્રચાર ખર્ચમાં ૨૫ ટકાનો ઘટાડો થયો છે.



વર્ષ ૨૦૧૬-૧૭માં મોદી સરકાર દ્વારા કુલ ૧૨૬૩.૧૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આરટીઆઇ કાર્યકર અનિલ ગલગલી દ્વારા વડાપ્રધાનની કચેરી પાસેથી કેન્દ્ર સરકારની રચના કરવામાં આવ્યા બાદ હજુ સુધી જાહેરાત પર કરવામાં આવેલા ખર્ચની વિગત માંગી હતી. કેન્દ્ર સરકારનાં બ્યુરો ઓફ આઉટરીચ એન્ડ કોમ્યુનિકેશન વિભાગનાં નાણાંકીય સલાહકાર તપન ર્સુાધરે પહેલી જુન ૨૦૧૪થી હજુ સુધી આપવામાં આવેલા આંકડામાં કેટલીક રોચક બાબત જાહેર કરવામાં આવી છે. પહેલી જુન ૨૦૧૪થી લઇને ૩૧મી માર્ચ ૨૦૧૫ સુધીના ગાળામાં ૪૨૪.૮૫ કરોડ રૂપિયા પ્રિન્ટ મિડિયા પર , ૪૪૮.૯૭ કરોડ રૂપિયા ઇલેક્ટ્રોનિક મીડિયા પર ખર્ચ કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૫-૧૬ આર્થિક વર્ષમાં ૫૧૦.૬૯ કરોડ રૂપિયા પ્રિન્ટ મિડિયા પર ૫૪૧.૯૯ કરોડ રૂપિયા ઇલેક્ટ્રોનિક મીડિયા પર ખર્ચ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર પ્રચારને લઇને હમેંશા સાવધાન રહી છે. જંગી ખર્ચનો આંકડો પહેલા વધારે રહ્યો હતો.