loader

Breaking News


Home > Sports > ફીફા વર્લ્ડ કપ ફાઇનલમાં ફ્રાંન્સે મારી બાજી, બીજી વખત જીત્યો વર્લ્ડ કપ


Foto

ફીફા વર્લ્ડ કપ ફાઇનલમાં ફ્રાંન્સે મારી બાજી, બીજી વખત જીત્યો વર્લ્ડ કપ

July 16, 2018, 11:49 a.m.
      Whatsapp   

માનવમિત્ર, મૉસ્કો : રવિવારે રમાયેલા ફીફા વર્લ્ડ કપનાં ફાઇનલમાં ફ્રાંન્સે ક્રોએશિયાને 4-2થી હરાવી ફીફા વર્લ્ડ કપ પોતાને નામે કર્યો હતો. આ સાથે ફ્રાંન્સે બીજી વખત ફૂટબોલ વર્લ્ડ કપ પોતાને નામે કરી ઇતિહાસ રચ્યો છે.

ફ્રાંન્સનાં મારિયા મેડજુકિચએ 18મી મીનિટમાં પહેલો ગોલ કરી ફ્રાંન્સની જીતનો પાયો મુક્યો હતો. પરંતુ મેચનાં 28મી મીનિટમાં ક્રોએશિયાનાં ઇવાન પેરિસિચે ગોલ કરી બરાબરી પર મેચને લાવી દીધી હતી. જો કે મેચમાં પહેલાથી પોતાની બઢત બતાવી રહેલા ફ્રાંન્સે 38મી મીનિટમાં ફરી એકવાર ગોલ કરી ક્રોએશિયાની તકલીફોમાં વધારો કર્યો હતો. ત્યારબાદ ક્રોએશિયાએ હાર ન માની મેચમાં પોતાની પકડ કરવાનો પૂરો પ્રયત્ન કર્યો. તેણે ગોલ કરવા ઘણા સારા પ્રયત્નો કર્યા પણ નિર્ધારિત જગ્યાએ શૉટ ન લાગ્યા. ફાઇનલ મેચમાં શરૂઆતથી પોતાની પકડ બનાવી રાખી ફ્રાંન્સે મળેલી જીતનાં ક્ષણોને ખાસ બનાવી દીધા છે. રેફરી દ્વારા ફાઇનલ સીટી વાગ્યા બાદ ફ્રાંન્સનાં ખેલાડીઓ ખુશીથી નાચવા લાગ્યા હતા.