loader

Breaking News


Home > Gujarat > મફત શિક્ષણ - આધુનિક શાળાઓ સાથે ડોલરિયાઓ અબજો ઠાલવવા તૈયાર પણ સરકારની ઉદાસીનતા


Foto

મફત શિક્ષણ - આધુનિક શાળાઓ સાથે ડોલરિયાઓ અબજો ઠાલવવા તૈયાર પણ સરકારની ઉદાસીનતા

Jan. 11, 2018, 4:13 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાતમાં શિક્ષણએ વેપારનું ધામ બની ગયું છે. શિક્ષણ દિવસેને દિવસે મોંઘુદાટ થતું જાય છે ત્યારે ગુજરાતનાં યુવક યુવતીઓ અને તેમનાં વાલીઓ ઊંચા ભણતર અને ઊંચા દામથી કંટાળી ગયાં છે. મોંઘુદાટ શિક્ષણ અને મોટાભાગનાં રાજકારણીઓની સ્કૂલો, કોલેજો અને સંસ્થાઓ હોવાથી સરકાર પણ પગલાં લેવામાં ઉદાસીન જણાય છે. ત્યારે મોટાભાગની રાજકીય હસ્તીઓની શાળા - કોલેજોને કારણે સરકારને પણ ચંચુપાત કરવું અઘરું રહે છે. ભાજપ સરકારે ફીનું ધોરણ નક્કી કરતાં શાળા સંચાલકોએ સરકાર વિરુદ્ધ જઈને ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યા હતાં અને ત્યાં પણ તેમને ફટકાર મળતાં તેઓ હવે સુપ્રિમ કોર્ટમાં લડી લેવાનાં મુડમાં હોય તેમ મોંઘાદાટ વકીલ રોકવા તેમજ તમામ પ્રકારનાં ખર્ચા કરવાં છે પણ શાળાઓની ફી ઘટાડવા તૈયાર નથી.

આજે ગુજરાતમાં ઘણાં જ ગામ ડોલરિયા ગામ તરીકે ઓળખાય છે ત્યારે આ સ્કૂલો શાળાઓને કરોડો રૂપિયાની મદદ આ સંસ્થાઓએ કરી છતાં તેમણે દાન સ્વિકાર્યા બાદ વેપલા શરુ કરી દેતાં આજે સમાજનાં વિધાર્થીઓ પણ મોંઘી ફી ભરીને ભણવું પડે છે. મોંઘવારીમાં મકાન એ સપનું હતું પણ હવે મોંઘુદાટ શિક્ષણ પણ એક સપનું બનતું જાય છે ત્યારે ઘણાં ડોલર કમાતાં લોકો ગુજરાતમાં તમામ જ્ઞાતિનાં બાળકોને મફત શિક્ષણ મળે તે હેતુથી અવાજ ઉઠાવવા તૈયાર છે પણ આ મામલે સરકાર તદ્દન ઉદાસીન જણાઈ રહી છે. રાજ્યમાં ભાજપ સરકાર બન્યાં બાદ ૨૨ વર્ષનાં એકહથ્થુ શાસનમાં સરકારી શાળાઓ બંધ થવાનાં આરે આવી ગઈ છે ત્યારે તેની જગ્યાઓ પણ સરકારે ખાનગી શાળાઓને મફતનાં ભાવે વાપરવા આપી દેતાં મફત શિક્ષણનું ફીંડલુ વાળી જાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે ત્યારે અબજો રૂપિયા રોકવા અમેરિકાની આવક ધરાવતાં તૈયાર છે તેમજ શાળા સંકુલો બાંધવા સરકાર જમીનો આપે તેમજ આ ઉદ્દેશ સાકાર કરવાં કટિબદ્ધ બને તો વેપલા સ્કૂલોનાં માંધાતાઓને રાતા પાણીએ રડવાનો વારો આવે તો નવાઈ નહી.