loader

Breaking News


Home > National > ખેડૂતોને દસ કલાક માટે મફત વીજળી, ભાજપે કર્ણાટક માટે જાહેર કર્યો ચુંટણી ઢંઢેરો


Foto

ખેડૂતોને દસ કલાક માટે મફત વીજળી, ભાજપે કર્ણાટક માટે જાહેર કર્યો ચુંટણી ઢંઢેરો

May 4, 2018, 11:44 a.m.
      Whatsapp   

માનવમિત્ર, બેંગ્લોર : કર્ણાટકમાં મતદાન માટે લગભગ હવે એક અઠવાડિયું બાકી રહ્યું છે ત્યારે ભાજપે પોતાનો ચુંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કર્ણાટકમાં ભાજપના મુખ્યમંત્રી પદનાં ઉમેદવાર બી.એસ. યેદિયુરપ્પાએ આજે સવારે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની હાજરીમાં ચુંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં ૧૨ મે નાં રોજ મતદાન યોજાશે જયારે ૧૫ મે નાં રોજ ચુંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.


જાણો ભાજપનાં ચુંટણી ઢંઢેરાની મહત્વની જાહેરાત


સિંચાઈ યોજના માટે 1.5 લાખ કરોડ રૂપિયા.

ખેડૂતોને દસ કલાક માટે મફત વીજળી.

ગૌહત્યાને રોકવા માટે કાર્યક્રમ ચલાવવામાં આવશે.

નોકરી - રોજગાર માટે ૨૫૦ કરોડ રૂપિયાની ફાળવણી.

દરેક તાલુકામાં રનીંગ ટ્રેક અને સ્વિમિંગ પુલ.

૩૦૦ થી વધુ અન્નપૂર્ણા કેન્ટીન.

રાજ્યોમાં સૌર ઉર્જાના વિકાસ પર ભાર.

કર્ણાટકમાં હાઈવેનો વિકાસ કરવામાં આવશે.