loader

Breaking News


Home > Gujarat > બોગસ માર્કશીટ કૌભાંડ આવ્યું સામે, વકીલ બનવા લેવામાં આવી માર્કશીટ


Foto

બોગસ માર્કશીટ કૌભાંડ આવ્યું સામે, વકીલ બનવા લેવામાં આવી માર્કશીટ

March 12, 2018, 8:43 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : લોકો હવે ધ્યેય પ્રાપ્તિ માટે શોર્ટકટનો ઉપયોગ કરી રહ્યા છે. તેવો જ એક કિસ્સો અમદાવાદનો સામે આવ્યો છે, જ્યા અમુક લોકોએ વકીલ બનવા માટે બાર કાઉન્સલ ઓફ ગુજરાતમાં એલએલબીની બોગસ માર્કશીટ રજૂ કરી હતી. જો કે તેની જાણ થતા પોલીસે આ લોકોની ધરપકડ કરી હતી.



બોગસ માર્કશીટનાં આ કેસમાં પોલીસનાં હથ્થે કુલ 23 લોકો ચડ્યા છે. આ કેસમાં આરોપી આનંદદીપસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાએ કરેલી જામીન અરજીમાં સોલા પોલીસે એફિડેવીટ રજૂ કરી આ સમગ્ર કૌભાંડથી કોર્ટને માહિતગાર કરી છે. સુત્રોનાં જણાવ્યાં મુજબ પોલીસને આ વાતની બાતમી મળતા આ લોકોને પકડી પાડ્યા હતા. આ સમગ્ર મામલે આરોપી આનંદદીપનું કહેવુ છે કે, આ કેસમાં મારો કોઇ રોલ નથી અને પોલીસ મને ફસાવવાનો પ્રયત્ન કરી રહી છે. જો કે આ સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ દલીલ કરી હતી કે, આ એક ગંભીર ગુનો છે, આ કેસની તપાસ હજુ ચાલુ છે અને જો તેવામાં આ આરોપીને જામીન મળી જશે તો આ કેસની તપાસમાં તેની અસર જોવા મળશે.