loader

Breaking News


Home > Sports > એક GAME જેનું અંતિમ લેવલ મૌત છેઃ DEATH GAME


Foto

એક GAME જેનું અંતિમ લેવલ મૌત છેઃ DEATH GAME

Aug. 10, 2017, 6:51 p.m.
      Whatsapp   

દુનિયાભરમાં 200થી વધુ યુવાનોને મૌતની નીંદર આપનાર ‘બ્લ્યૂં વ્હેલ’ ગેમ હવે ભારતમાં દાખલ થઇ ચૂંકી છે.આ એક ઓનલાઇન ગેમ છે. આ ગેમના સૌથી વધુ શિકાર બાળકો બની રહ્યાં છે. તાજેતરમાં મુંબઇમાં રહેનાર 14 વર્ષનો મનપ્રીત આ ગેમનો શિકાર બન્યો હતો અને તેણે 7માળની ઈમારતથી જમ્પ મારીને મૌતને વહાલું કર્યું હતુ. જાણીને નવાઇ લાગશે કે આ ગેમથી માત્ર રુસમાં 133 મૌત થઇ ચૂક્યાં છે. આ ગેમનું છેલ્લું લેવલ ગેમ રમનારને મૌતની નીંદર આપે છે. આ બ્લ્યૂં વ્હેલ ગેમને ‘ધ બ્લ્યૂં વ્હેલ ચૈલેંજ’ ગેમના નામથી પણ ઓળખવામાં આવે છે.

આ ગેમ બનાવનાર વ્યક્તિ રસિયાનો ‘ફિલિપ બુદેઇકિન’ છે આ ગેમ રમનારને રોજ એક ટાસ્ક આપવામાં આવતો હોય છે. આ ટાસ્ક પૂર્ણ થતા ગેમ રમનાર પોતાનો ફોટો એડમિનને આપે છે. આ ગેમની શરૂઆતમાં એડમિન હોરર ફિલ્મ જોવી જેવા આસાન ટાસ્ક આપે છે. ટાસ્ક પૂર્ણ કર્યા બાદ ગેમ રમનારને હાથના ભાગમાં એક નાનો નિશાન કરવાનો હોય છે જે તેણે લોહી નિકળે તે રીતે કરવાનો હોય છે જે અંતે બ્લ્યૂં વ્હેલ જેવો બને છે. આ ગેમ રમનાર વ્યક્તિને ધીરે ધીરે આ ગેમની ટેવ પડવા લાગે છે. આ ઓનલાઇન ગેમની લત જ છે કે જે રમનારને દરેક લેવલ પૂર્ણ કરવા માટે મજબૂર કરી દે છે.



આ ગેમને બાળકો વધુ પસંદ કરી રહ્યાં છે અને તેથી જ માતા-પિતાએ બાળકો પર નજર રાખવાની ખાસ જરૂર છે. બાળકો ગેમ રમવા માટે જીદ કરે પરંતુ તે જીદને પૂરી કરવી કે નહી તે માતા-પિતાના હાથમાં હોય છે.