loader

Breaking News


Home > National > ગાંધી જયંતી : રાજઘાટ પહોંચીને PM મોદી - રાહુલ ગાંધીએ બાપુને આપી શ્રદ્ધાંજલિ


Foto

ગાંધી જયંતી : રાજઘાટ પહોંચીને PM મોદી - રાહુલ ગાંધીએ બાપુને આપી શ્રદ્ધાંજલિ

Oct. 2, 2018, 10:53 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દેશ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જયંતિ ઉજવી રહ્યો છે, આ પ્રસંગે દેશભરમાં કાર્યક્રમો યોજાશે. ભારતીય જનતા પાર્ટી પણ આ વખતે ગાંધી જયંતી પર મોટું આયોજન કરી રહી છે. 15 દિવસ પહેલા ભાજપે શરુ કરેલ સ્વચ્છતા હી સેવા કેમ્પેન આજે ખત્મ થશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી સ્થિત રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ વિજય ઘાટ જઈને પૂર્વ પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીની જયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી સહીત અન્ય મોટા નેતાઓએ ત્યાં પહોંચીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ અવસરે આજે રાષ્ટ્રપતિ ભવનમાં સ્વચ્છતા સર્વેક્ષણ પુરસ્કાર પણ આપવામાં આવશે. ત્યારબાદ ગાંધી સ્મૃતિ પર પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે.