loader

Breaking News


Home > Gujarat > ગાંધીનગરઃ ગેરકાયદેસર બાંધકામ તોડ્યા બાદ તેનો કાટમાળ યથાવત સ્થિતિમાં


Foto

ગાંધીનગરઃ ગેરકાયદેસર બાંધકામ તોડ્યા બાદ તેનો કાટમાળ યથાવત સ્થિતિમાં

Aug. 25, 2018, 11:13 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં આવેલી રિલાયંન્સ ચોકડી નજીક ગેરકાયદેસર બાંધકામને તોડ્યા બાદ તંત્ર તેના કાટમાળને યથાવત સ્થિતિમાં રાખીને આળસ બતાવી રહ્યુ છે. મળતી માહિતી અનુસાર છેલ્લા દસ દિવસથી જે દબાણને દૂર કરવામાં આવ્યુ છે તેના કાટમાળને જ્યાને ત્યા રાખી તંત્રએ વિસ્તારની ખરાબ દશા કરી દીધી હોવાનું સ્થાનિકોનું કહેવું છે.ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી લારી અને ગલ્લાનાં ગેરકાયદેસર દબાણને તંત્રએ દૂર કર્યા છે. તે સિવાય દુકાનની બહાર ઉભા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણને પણ દૂર કરવામાં તંત્રએ જોર પકડ્યુ છે. જો કે ગેરકાયદેસર દબાણને દૂર કરવામાં લોકો તંત્રની પીઠ ઠપઠપાવી રહ્યા છે ત્યારે બીજી તરફ જે દબાણને તોડવામાં આવેલ છે તેના કાટમાળને દૂર ન કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે નારાજગી દેખાઇ રહી છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર ગાંધીનગરની રિલાયંન્સ ચોકડી નજીકમાં આવેલી દાવત રેસ્ટોરંન્ટની સામે ગેરકાયદેસર દબાણને દૂર કરે લગભગ દસ દિવસથી પણ વધુનો સમય થયો હોવા છતા તેના કાટમાળને લઇને તંત્રએ હજુ કોઇ તૈયારી ન બતાવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવુ છે કે, દબાણ દૂર કર્યા બાદ તંત્ર તરફથી આ કાટમાળને લઇને આગળ સ્થિતિ શું તેનો કોઇ ખ્યાલ આવી રહ્યો નથી, કાટમાળનાં કારણે લોકોને ત્યાથી નિકળવામાં ઘણી તકલીફો થઇ રહી છે અને ખાસ સાંજનાં સમયે અહીં ખૂબ ટ્રાફિક જામ પણ થઇ જાય છે.