loader

Breaking News


Home > Gujarat > ગાંધીનગર ભાજપમાં પ્રમોશન બાદ ડીમોશન? મહિલા મોરચો, યુવા મોરચો ખાડે ગયા જેવી સ્થિતિ?


Foto

ગાંધીનગર ભાજપમાં પ્રમોશન બાદ ડીમોશન? મહિલા મોરચો, યુવા મોરચો ખાડે ગયા જેવી સ્થિતિ?

May 17, 2018, 1:32 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતમાં હમણાંજ ૫ મહિના પહેલાં વિધાનસભાની ચૂંટણી પૂર્વ થયા બાદ ફરીવાર ભાજપે સત્તાના પદ ગ્રહણ કર્યા. ત્યારે વર્ષોથી ભાજપમાં ૨ થી ૩ દશકા સુધી પાર્ટીને અડેખમ રહેલા કાર્યકરો જે શહેર પ્રમુખથી લઈને ઉંચા હોદ્દાઓ ઉપર હતા. તેવા કાર્યકરો પ્રમોશન મળવાને બદલે ડીમોલેશન તરફ ધકેલા ગયા છે. જોવા જઈએ તો ભાજપમાં સેક્ટરો દીઠ બૂથ કમીટીઓમાં જે ભાજપમાં કાર્યકરોની સંખ્યા હતી. તે હાલમાં અડધી પણ નથી.આજે કોંગ્રેસે શહેર ભાજપની સીટ વિધાનસભાની આંચકી લીધી છે. ત્યારે ગાંધીનગર ભાજપમાં તેવા કેટલાય ચહેરાઓ છે જે પાર્ટી માટે જીત ધસી નાંખી હોય પણ વાંક, વગર પ્રમોશનની જગ્યા ડીમોટેશન થયેલ જોવા મળેલ છે. ગુજરાતનાં પાટનગર ગાંધીનગરની રાજકીય દાવપેચો અલગ પ્રકારનાં છે ભલે ભાજપમાં પહેલાં ........વોરા, ડૉ. રમણ પટેલ, કશ્યપ પ્રજાપતિ, સુચિર ભટ્ટ, સુરેશ મહેતા, કાર્તિક પટેલ, અતુલ પટેલ, અમીત પટેલથી લઈને અનેક ચહેરાઓ છે. જેઓ શહેર પ્રમુખપદથી લઈને ઉંચા આશને શોભાવતા હતા. ત્યારે હાલ ભાજપનો ગ્રાફ તો નીચો ગયો છે પણ શહેર ભાજપમાં પણ જે જોઈએ તેવો ચાર્જસ નથી, રુચિર ભટ્ટ જ્યારે યુવા શહેર પ્રમુખે હતા ત્યારે જે ભાજપનો ટેમ્પો જ માળ્યો હતો. તેમાંથી મોટા ભઆગના આજે કાર્યકરો અદ્રશ્ય થઈ ગયા છે. વોરા, ડો.રમણ પટેલ, કશ્યપ પ્રજાપતિ, જયસ્વાલ જેવા સંનીષ્ઠ કાર્યકરોને હાલ કોઈ પુછતું નથી. ભાજપમાં યુવા તરીકે ભરત ઠક્કર પોતે સારું એવું પ્રભુત્વ ધરાવતા હોવા છતાં તેમને નાના હોદ્દા આપીને પાર્ટી દોડાવે રાખે છે. ને ગાંધીનગર મનપાની ટીકીટ વહેંચણમાં મિત્ર, સગાવાદ, અને મોટામાં મોટો જે કવાદ ખૂબ ચાલ્ય રહ્યો છે. આજે જાવા જાઈએ તો રુચિર ભટ્ટ શહેર મહામંત્રી, સુરેશ મહેતા શરેત, ઉપાધ્ય જેવા હોદ્દાઓ તો આપ્યા પણ તેઓના જે અગાઉનાં હોદ્દા હતા તેના કરતાં નીચી કક્ષાનાં હોદ્દાઓ છે તેમાં બેમત નથી.

આજે યુવા શહેરમાં ભાજપ પાર્ટીનું ધોવાણ થઈ ગયું હોય તેમ ખાસ જાઈએ તેટલી પબ્લિક નવા યુવા કાર્યકરોની સંખ્યા જાવા મળતી નથી. હાલ યુવા પાર્ટી સક્રીય છે કે કેમ ? તે યથાર્ય પ્રશ્ન છે. અને મહિલા મોરચો પણ ખાડે ગયો હોય તેવું લાગી રહ્યું છે. મહિલા મોરચામાં દિનાબેન, ગીતાબેન પટેલથી લઈને ઘણી મહિલાઓ હાલ ભાજપથી નિષ્ક્રિય થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ભાજપમાંથી દૂર થવાનું કારણ ? અને શું તકલીફો છે ?તેની સમીક્ષા પાર્ટીએ ક્યારે કરી નથી તેવું કાર્યકરો દ્વારા જાણવા મળ્યું છે. ભાજપમાં શહેર પ્રમુખથી લઈને ઉંચા આશનો પર શોભાવતા હોદ્દેદારો આત્યારે પ્રમોશન બાદ ડીમોલેશન તરફ ધકેલાઈ ગયા છે. ત્યારે કોંગ્રેસે પણ કાંઈ હરખાવવા જેવું નથી. કોંગ્રેસમાં પણ ગાંધીનગર શહેરમાં સેક્ટર દીઠ એજ જુના કાર્યકરો અને જુના મહેરામો દેખાઈ રહ્યા છે. કોઈ નવા ચહેરા મેદાનમાં આવ્યા હોય તેવું ક્યાંય કાર્યક્રમોમાં પણ દેખાતું નથી. ત્યારે કોંગ્રેસને તો પોતાની સરકાર શાસનમાં નથી. ત્યારે ૨૨ વર્ષના શાસનમાં જે ઉમેદવારોને પાલિકા, વિધાનસબા, પક્ષમાં હોદ્દો જે હજુ સુધી મલ્યો નથી. અને ૨૨ વર્ષના શાસનમાં બોર્ડ નિગમો, કોર્પોરેશનમાં ક્યાંય કમીટીમાં પણ નહીં મુકતા હવે અંદર ગ્રાઉન્ડ વિરોધનો વંટોળ જાવા મળી રહ્યો છે. આજદિન સુધી મોટા ભાગના નિગમોમાં ચેરમેનપદે પ્રદેશના નેતાઓ, હારેલા ધારાસભ્યો અને ચાલુ એમએલએને મુકવામાં આવ્યા છે. ભાજપમાં કાર્યકરોના કામ નહીં થતા હોવા પણ રાડ પડી રહી છે. કોંગ્રેસ કરતાં ભાજપમાં કામ નહીં થતા હોવાનો અને કોણીઓ લગાવેલો ગોળ ચાખવા ન મળતાં કાર્યકરો પણ દરેક પાર્ટીના કાર્યક્રમોથી દૂર અને વિમુખ થઈ રહ્યા છે. જુના જાગીઓ ને કોઈ પૂછતું નથી અને હા વટ, એમનો પડે છે કે જે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા અને વર્ષોજુના કાર્યક્મરોને કોઈ પુછતા નથી. આખી બસમાં ખંડક્ટર ડ્રાઈવર અને માંડ પાંચ કાર્યકરો ની સંખ્યા ગાંધીનગર મનપામાં ભાજપની સત્તા હોવા છતાં શહેરમાં ભાજપનો ગ્રાફ નીચે જઈ રહ્યો છે. જેનું માર્ગિક કારણ મનપાનાં કાઉન્સીલરોશું વિસ્તારમાં કામ નખી કરતા કે પછી કાર્યકરોના કામ થતા નથી. આવા અનેક મુદ્દે પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે.