loader

Breaking News


Home > Gujarat > ગાંધીનગર જિલ્લા, તાલુકાથી વધારે મહાનગરપાલિકાની બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ભારે ચિંતિત


Foto

ગાંધીનગર જિલ્લા, તાલુકાથી વધારે મહાનગરપાલિકાની બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ભારે ચિંતિત

May 22, 2018, 2:23 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતમાં ૫ મહિના પહેલાં જ વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ ભાજપની ૧૦૦ની નીચે ૯૯ ડિગ્રીમાં વિધાનસભામાં સીટો આવી છે. ત્યારે ૨૨ વર્ષથી શાસનનું ધુરા સંભાળતી ભાજપને પણ તેનો ગ્રાફ ખાસ કરીને ગાંધીનગર જિલ્લા, તાલુકા કરતાં શહેરમાં નીચે જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સોમવારનાં રોજ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, કે.સી. પટેલ, મંત્રી પરબતભાઈ પટેલ, પૃથ્વીરાજ પટેલ, દ્વારા મહાનગરપાલિકા સે.૧૧ ખાતે ભાજપનો ક્લાસ લીધો હતો. ત્યાર બાદ બપોરે સે.૨૧, કમલમ ખાતે મંત્રી પરબતભાઈ પટેલની ઉપસ્થિતિમાં મહાનગરપાલિકાનાં તમામ સભ્યો, હોદ્દેદારોને સન્માનીત કરી ચર્ચા કરી હતી.આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પોતે ભારે ચિંતિત જણાતા હતા અને ચિંતાનું મહત્વનું કારણ એ હતું કે, મહાનગર પાલીકામાં હોદ્દેદારો અને કાર્યકરોની જે સંખ્યા હતી અને જે બુથલેવલથી લઈને મહિલા મોરચામાં ખાસ્યું એવું ગાબડું પડ્યું હોય તેવું ચર્ચાઇ રહ્યું હતું. સે.૨૧, ગાંધીનગર ખાતે પ્રદેશ પ્રમુખે તેમના વક્તવ્યમાં ૧ કલાકથી વધારે કાર્યકરોનાં કલાસ લીધા હતા. અને કાર્યકરોને ઉત્સાહમાં લાવવા તથા કાર્યકરોને દોડતા કરવા તેમણે તેમના વક્તવ્યમાં ખાસ્સી ચર્ચા કરી હતી. ત્યારે આજે મહાનગરપાલિકા મહિલા મોરચામાંથી માંડ ૫ જેટેલી મહિલાઓની સંખ્યા જોવા મળી હતી. કાર્યકરોમાં જે જોઈએ તેવો ઉત્સાહ હવે નથી રહ્યો અને ચોસરી રહ્યો હોય તેવું કાર્યકરોમાં પણ ચર્ચાઇ રહ્યું હતું.

પ્રદેશ પ્રમુખ પોતે આ મુદ્દે ભારે ચિંતિત જણાતા હતા હા ઉલ્લેખનીય છે કે બાબતે ભાજપનાં જિલ્લા પ્રમુખ નૈલેશ શાહ પોતે ૧૧ થી ૧૨ની વચ્ચે આવીને ૫ વાગ્યા સુધી સંગઠનની ચિંતા કરતા હોય છે અને અમુક પોતે કમલમ ખાતે ૧૧ થી ૫ વાગ્યા દરમીયાન તેઓ ઓફિસે મળે જ અને કાર્યકરોને સાંભળે ખરા પણ તે વાત જિલ્લાની છે ત્યારે ગાં. મહાનગરપાલિકા એવા શહેરી વિસ્તારમાં અગાઉ ભાજપની વિધાનસભાની સીટ હતી. તે આજે કોંગ્રેસ પાસે છે. કોંગ્રેસનું સંગઠન ધીરે ધીરે બિલ્લી પગે મજબુત થઈ રહ્યું છે. ત્યારે શહેરી વિસ્તારમાં ઘટતો ભાજપનો ગ્રાફ પણ ચિંતા જન્માવે તેવો છે પણ હા. પ્રદેશ પ્રમુખે કાર્યકરોનો ઘટતો ઉત્સાહનું નિવારણ કરવાની જરૂર છે તેને ચકાસવાની જરૂર છે. કાર્યકોરની પાંખી હાજરી હોવાનું કારણ શું ? તે તમામનું ઓપરેશન કરવાની જરૂર છે. ભાજપ આજે ૨૨ વર્ષની શાસની ધુરા સંભાળી રહ્યો છે. ત્યારે મહિલાઓમાં ગીતાબેન પટેલ, ભદ્રશીલાબેનથી લઈને અનેક મહિલાઓ જુના કાર્યકરો છે. પુરુષોમાં પણ ભરત ઠક્કર, સુરેશ મહેતા, અતુલ પટેલ, રુચિરભટ્ટ, ઉરેન પટેલ, જીજ્ઞેશ ઠક્કર, મુકેશ જાની જેવા સો ટચ સોનું હોવાના કાર્યકરો પ્રમોશન બાદ ડીમોશન તરફ ફેંકાઈ ગયા છે. ત્યારે શહેરમાં આ કાર્યકરો નીકળે અને તેમના હોદાની ચર્ચા થાય ત્યારે પ્રજામાં પણ મશ્કરી સમાન હોય તેવું લાગી રહ્યું છે. ભદ્રશીલાબેન, આજે પણ ૩૦ થી ૩૫ વર્ષ જુની કાર્યકરો હવા છતાં મીટીંગ, રેલી, હોય તો તેમને ફોન સુદ્ધા પણ આવતો નથી. હા ચુંટણી હોય એટલે હાલો હાલો, કાર્યકરો ઉભા થઇ જાવ, ભાજપ મહિલામાં કૈલાશબેનની હાજરી હર હંમેશા કાર્યક્રમોથી લઈને તેમની તમામ જવાબદારી નીભાવી રહ્યા છે. ત્યારે આવા કાર્યકરોને આગળ ધપાવવ સારા એવા પ્રમોશન તથા તેમના શું કાર્યો પડતર છે તે પૂછવાની પાર્ટીને જરૂર છે.

૨૨ વર્ષના શાસનમાં આજે બોર્ડનિગમો, કોર્પોરેશન, કમીટીઓમાં કોઈનાના કાર્યકરને ચાન્સ આપવામાં આવ્યોન થી. ત્યારે કાર્યકર પમ ઘરના ગોપીચંદ કરીને કેટલા દિવસ પાર્ટીની સેવા કરે તેવું કાર્યકરોમાં પણ સાંભળવા મળ્યું હતું. આજે ભાજપના જુના જાગીઓ એવા ડા. રમણ પટેલ, ફાલ્ગુન વોરા, કશ્યપ પ્રજાપતિ, મનીષ જયસ્વાલ, અમીત પટેલ, વિનોદ ઉદેચા, મહિપાલ, જેવા કાર્યકરો પક્ષ ને જરૂર હોય ત્યારે હાજર નથી રહેતા. અને લટકેલી છે. ત્યારે પક્ષના કાર્યકોરનું સાંભળવા માટે કોઈ તો પક્ષનો નેતા જાઈએ કે નહીં, ગાં.મનપા આજે પણ કોંગ્રેસમાંથી કુદકો મારીને ભાજપમાં આવીને પ્રવીણ પટેલ મેયર બન્યા છે. મહેન્દ્રસિંહ રાણા, હંસાબેન મોદી, પ્રવિણ પટેલ, પણ વાયા કોંગ્રેસ થઈને જ ભાજપમાં આવ્યા પણ હા, મહેન્દ્રસિંહ રાણાની કામગીરી તથા પ્રજાના પ્રશ્નોનું વાચા આપવા દર ૪ કલાક ઓફિસે બેઠા જ હોય છે. ત્યારે ઘણા જ પ્રશ્નોથી મહાનગરપાલિકામાં કાર્યકોર નારજ હોવાથી આ ઈલાજનો અક્સીર ઈલાજ કરવાની જરૂર છે. પ્રદેશ પ્રમુખ જીતુવાઘાણી પાલિકાના તમામ સભ્યોને આ બાબતે સક્રીય થવાની હાંકલ તો કરી છે પણ જે સમસ્યા છે. તેને નીપરાવવાની ખાસ જરૂર છે.

કાર્યકરો ના પ્રાણ પ્રશ્નોથી લને નિષ્ક્રીય કાર્યરોને સક્રીય કરવા રાખવાણા એવી દવા હોય તો ડોર ટુ ડોર જઈને તેમની સમસ્યાન અને નિષ્ક્રીય થવાનું કારણ પૂછવામાં આવે તો ભાજપમાં નવો ચાર્મ્સ આવે તેવી શક્યતા છે. બાકી શેઠની શીખામણ ઝાંપા સુધી હોય તેવું લાગી રહ્યું છે. ભારે માજી કાઉન્સીલર પરાગી પંડ્‌, જાગૃતિ પુરોહિત જેવા કાર્યકરો પણ હવે નિરુત્સાહી થઈ ગયા છે. કોન્ટ્રાક્ટર બની ગયા છે. કોઈ પણ કોન્ટ્રાક્ટરમાં ભાગ તેમનો હોય છે. ત્યારે મનપાનું આશન પમ ભ્રષ્ટાચારથી ધમધમતા અને કાર્યકોર ના કામ ન થતાં કાર્યકરો પણ વિમુખ થઈ રહ્યા છે. ત્યારે ભાજપે આ બાબતની ગંભીર ચીંતા કરવાની તાકીદે જરૂર હોવાનું કાર્યકરો દ્વારા જાણવા મળ્યું છે.