loader

Breaking News


Home > Gujarat > ગાંધીનગરઃ જમવાનાં ઉચા રેટ લેતી રેસ્ટોરેન્ટ સર્વિસનાં નામે જીરો


Foto

ગાંધીનગરઃ જમવાનાં ઉચા રેટ લેતી રેસ્ટોરેન્ટ સર્વિસનાં નામે જીરો

July 5, 2018, 3:44 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતનું કહેવાતાં પાટનગરમાં જેમ જેમ વસ્તીની સંખ્યામાં વધારો થયો છે. તેમ તેમ હોટેલો, રેસ્ટોરેન્ટો પણ એટલી જ ખુબી છે. ત્યારે ઘ-૪, સ્તિત દાદીસા રેસ્ટોરેન્ટનું નામ મોટું પણ દર્શન ખોટે જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે.




જમવામાં ઉંચા રેટ અને સર્વિસમાં જીરો, ત્યારે રોજબરોજ અને મહિનામાં લાખોની કરોડોનાં ટર્ન ઓવર કરીને મોંઘીદાર હોટલનાં બીલો ગ્રાહકો પાસેથી લેતા હોય છે. ત્યારે ગ્રાહકને પણ સગવડ મળવાનાં બદલે એક નહીં અનેક અગવડો મળતાં ગ્રાહકોએ પણ જમવાનું ટાળ્યું હતું. પ્રાપ્ત માહિતી તથા સુત્રો દ્વારા જણાવ્યા મુજબ ઘ-૩, પાસે આવેલ દાદીસા રેસ્ટોરેન્ટમાં પત્રકારોને જમવા માટે ત્યાં ગોઠવણી કરી હતી. ગુજરાત સરકારનાં મહાત્મા મંદિરે યોજાયેલા એક કાર્યક્રમમાં પત્રકારોને અગવડ ન પડે તે હેતુથી માહિતી ખાતા દ્વારા દાદીસા રેસ્ટોરેન્ટને ઓર્ડર આપવામાં આવ્યો હતો ત્યારે પત્રકારો અને અધિકારીઓ, કર્મચારીઓને ત્યાં જમવાનું હતું, જેથી દાદીસા રેસ્ટોરેન્ટમાં જમવાનું પીરસ્તા હતા ત્યારે ઘણા જ પત્રકારો તથા કર્મચારીઓમાં ઝાડી હોટલી અને કાચી રોટલીઓ પીરસવામાં આવતાં હોબાળો થયો હતો. જેલમાં કેદીઓ ન ખાય તેવી બિન આરોગ્યપ્રદ એવી કાચી રોટલી ખવડાવતા રેસ્ટોરેન્ટનાં મેનેજર સુધી ફરીયાદ કરવામાં આવી હતી ત્યારે મોંઘીદાટ હોટલોનાં માંધાતાઓ ભાવ ઉંચા લઈને ખાવામાં ગ્રાહકોને કાચી રોટલી પરોસી દેતા હોય છે. દાદીસા રેસ્ટોરેન્ટ ફક્ત કમાવા અને નફો કરવાના આશયથી જ નીમ્ન કક્ષાનું પીરસી દેતાં હોય તો આ હોટલમાં નાણાં ખર્ચવાની જરૂર ખરી ?