loader

Breaking News


Home > Gujarat > વાવોલ ફાટકે કચરો નાખતાં કર્મચારી પર ગાંધીનગર મનપાનાં SI ની લાલ આંખ, જાહેરમાં કચરો ઉપડાવ્યો


Foto

વાવોલ ફાટકે કચરો નાખતાં કર્મચારી પર ગાંધીનગર મનપાનાં SI ની લાલ આંખ, જાહેરમાં કચરો ઉપડાવ્યો

July 19, 2018, 1:55 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : એક બાજુ ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે અમુક લોકો હમ નહી સુધરેંગેની માફક વર્તતી રહ્યા છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત દરેક જાહેર સ્થળોએ કચરા ટોપલીઓ મુકવામાં આવી હોવા છતાં લોકો આડેધડ બહાર કચરો નાખતા જોવા મળે છે. રાજ્ય સરકાર અને ગાંધીનગર મહાનગરપાલિકા શહેરને સ્વચ્છ રાખવા લખલૂટ મહેનત અને ખર્ચો કરે છે પરંતુ હજુ કોઈનામાં ખાસ જાગૃતિ આવી નથી.

આજે વાવોલ ફાટક પાસે એક કર્મચારીએ જાહેરમાં કચરો નાખતાં તેને ગાંધીનગર મનપાનાં SI એ પીછો કરીને પકડ્યો હતો. વિડીઓમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મનપાનાં અધિકારીએ કર્મચારીને પકડીને ફરી કચરો ઉપડાવ્યો હતો તેમજ જાહેરમાં માફી પણ મંગાવી હતી. હાલના સમયમાં આવા અધિકારીઓ ખુબ ઓછા જોવા મળે છે ત્યારે ગાંધીનગર મનપાનાં SI એ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.